— લમ્પી વાયરસથી પીડીત ગાયો માટે દવાનું વિતરણ કર્યું, મૂંગા પશુઓથી લઈ જરૂરીયાતમંદ લોકો માટે આલોક રાય આશાનું કિરણ બન્યા :
— ગરીબ-મધ્યમવર્ગીય પરિવારોની બહેનોને પગભેર થવા માટે સીલાઈ મશીન સહિતની વ્યવસ્થા કરી માનવતાની સુવાસ ફેલાવી :
— ખેરાલુ-સતલાસણા, વડનગર પંથકમાં ગૌમાતા માટે દેવદૂત બનીને આવેલા આલોક રાય :
— સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે આલોક રાય હંમેશા સક્રિય :
— ખેડૂતોને ઓજાર લેવાના હોય કે પાણીની બોરની વ્યવસ્થા કરવાની હોય તેવા તમામ ક્ષેત્રમાં અગ્રેસર :
— સરકારી યોજનાના લાભથી વંચિત પરિવારોને પણ લાભ અપાવવામાં આલોક રાય અગ્રેસર :
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લામાં ભામાશા તરીકે અને દીનાનાથ તરીકે જેમને સેવાકીય પ્રવૃત્તિઓને
વેગ આપ્યો છે અને જરૂરતમંદ લોકો માટે આશાનું કિરણ બન્યા છે તેવા આલોક રાયે ખરા અર્થમાં સેવાયજ્ઞ શરૂ કર્યો છે. લમ્પી વાયરસના કપરા સમયમાં તેઓ ગૌ માતાની વ્હારે આવ્યા હતા અને ખેરાલુથી લઈ સતલાસણા, વડનગર પંથકમાં દવાનું મફતમાં વિતરણ કર્યું હતું અને અસંખ્ય ગાયોને મોતના મુખમાંથી બચાવી હતી. ગૌ માતાને બચાવવા માટે આલોક રાયે લાખ્ખો રૂપિયા ખર્ચી નાખ્યા છે અને આજે પણ તેમનો ગૌ માતા પ્રત્યેનો પ્રેમ અનોખો જાેવા મળી રહ્યો છે.
ગૌશાળામાં પણ તેઓ મદદરૂપ બની રહ્યા છે અને કોઈ પણ ગાય ભૂખી ન રહે તેની દરકાર કરતા આવ્યા છે. માત્ર ગૌ માતા જ નહી પણ અન્ય મૂંગા પશુઓ અને પક્ષીઓ માટે પણ આલોક રાય સેવાકીય પ્રવૃત્તિથી માનવતાની સુવાસ પ્રસરાવી રહ્યા છે.
આ સિવાય જરૂરતમંદ પરિવારોને રાશનથી લઈ ગરીબ પરિવારની દીકરીઓ પગભેર થાય તે માટે સીલાઈ મશીનનું વિતરણ તેમજ કીટનું વિતરણ કરીને પણ આલોક રાય અનોખી સેવા કરી રહ્યા છે અને લોકો તેમની દરિયાદિલીને વખાણી રહ્યા છે અને સો સો સલામ કરી રહ્યા છે. આ સિવાય ખેડૂતોના પ્રશ્નો માટે પણ તેઓ સતત તત્પર રહેતા હોય છે
અને ખેડૂતોને ઓજાર લેવાના હોય કે પાણીની બોરની વ્યવસ્થા કરવાની હોય તેવા તમામ ક્ષેત્રમાં તેઓ અગ્રેસર રહેતા હોય છે. આ સિવાય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને કે જેઓને સરકારી સહાય કે સરકારી લાભો મળતા
નથી તેવા પરિવારોને સરકારી લાભો મળે તે માટે હંમેશા મદદરૂપ બનતા રહ્યા છે. મહેસાણા જિલ્લામાં આલોક રાય એક ઊંચા કદની વ્યક્તિ તરીકે ખ્યાતિ પામ્યા છે અને ઉત્તરોત્તર તેઓ પોતાની યશકલગીમાં મોરપિચ્છ ઉમેરતા રહ્યા છે.
લમ્પી વાયરસને લઈ રાજ્યભરમાં કપરી સ્થિતિ સર્જાઈ હતી અને ટપોટપ ગાયોના મોત નિપજતા હતા તેવા સમયમાં આલોક રાય દેવદુત બનીને આવ્યા હતા અને અસંખ્ય ગાયો માટે દવાનું વિતરણ કર્યું હતું. ગાય માતા પ્રત્યે તેમણે વિશિષ્ટ લગાવ હોવાથી કોઈ પણ ગાય લમ્પી વાયરસથી મૃત્યુ ન પામે તેના માટે તેઓ વિશેષ કાળજી રાખતા હતા. માત્ર ગાયો નહી પણ અન્ય મૂંગા પશુઓ માટે પણ તેઓ હંમેશા
મદદરૂપ બનતા રહ્યા છે અને માનવતાની સુવાસ પ્રસરાવતા રહ્યા છે.
આ સિવાય ખેરાલુ, સતલાસણા અને વડનગર પંથકમાં ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોની દીકરીઓ પગભેર થાય તે માટે સીલાઈ મશીન પણ આપી ચૂક્યા છે અને આજે પણ એ સેવાયજ્ઞ કરી રહ્યા છે. આ પંથકમાં પછાત જાતિઓ માટે પણ તેઓ દેવદૂત બનીને આવ્યા છે અને સરકારી સહાય અને લાભોથી વંચિત હોય તેવા પરિવારોને જાગ્રૃત કરીને સરકારી સહાય અપાવવામા મહત્વની ભૂમિકા ભજવી છે. કોઈ નાત કે જાત જાેયા વિના આલોક રાયે દિવસ રાત જાેયા વિના અસંખ્ય લોકોને મદદરૂપ બન્યા છે અને તેની સુવાસ આજે અગરબત્તીની જેમ ફેલાઈ રહી છે. આ પંથકમાં અસંખ્ય લોકો આલોક રાયને દીનાનાથ તરીકે ઓળખે છે.
અનેક પરિવારોની આર્થિક સ્થિતિ સારી ન હોય તેવા કિસ્સામાં આવા પરિવારોને રાશનની
કીટ આપીને પણ આલોક રાય મદદરૂપ બની રહ્યા છે અને ખરા અર્થમાં માનવતાની મહેક ફેલાવી રહ્યા છે. આટલી સેવાકીય પ્રવૃત્તિઓ કરવા છતાં પણ આલોક રાય નિરાભિમાની વ્યક્તિ તરીકે ઊભરી આવ્યા છે અને તેમના ચહેરા ઉપર બીજાને મદદરૂપ થવાનો ભાવ હંમેશા જાેવા મળી રહ્યો છે.
— લમ્પી વાયરસથી પીડિત અસંખ્ય ગાયોને બચાવી :
આલોક રાય સંવેદનશીલ વ્યક્તિત્વ છે અને ગૌ માતા પ્રત્યે વિશેષ આદરભાવ ધરાવે છે ત્યારે લમ્પી વાયરસના કારણે ટપોટપ ગાયોના મોત નિપજતા હતા. તેવા સમયમાં આલોક રાયે દિવસ કે રાત જાેયા વિના મદદરૂપ બન્યા હતા અને ગાય માતા માટે જરૂરી દવાઓ અને રસીનું વિતરણ પણ કર્યું હતું. કોઈ ગાય લમ્પી વાયરસથી મૃત્યુ ન પામે તે માટે આલોક રાયે વિશેષ કાળજી રાખી હતી અને જેના કારણે અસંખ્ય ગાય માતાઓ મોતના મુખમાંથી બહાર આવી હતી અને પશુપાલકોએ પણ હાશકારો અનુભવ્યો હતો અને આલોક રાયને આશીર્વાદ આપ્યા હતા. માત્ર ગાયો જ નહી પણ મૂંગા પશુઓ માટે પણ તેઓ હંમેશા મદદ માટે તૈયાર રહ્યા છે અને અબોલ જીવ માટે દિવસ કે રાત પણ જાેઈ નથી.
તસવિર અને અહેવાલ : પિન્ટુભાઈ દેસાઈ – વડનગર


