સતલાસણા તાલુકાના જસપુર ગામે ચાલતું ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ઝડપાયું

April 11, 2023

જસપુર ગામની સીમમાં આવેલી ખુલ્લી જગ્યામાં ચાર શખ્સો ભેગા મળી ડબ્બા ટ્રેડીંગ ચલાવતાં હતા

પોલીસે બાતમીના આધારે ડબ્બા ટ્રેડીંગ ચલાવતાં એક શખ્સને ૧.૫૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યોં

ગરવી તાકાત, મહેસાણા તા. 11 – તાજેતરમાં વડનગર ખાતે ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ચલાવતાં શખ્સોને પર્દાફાશ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યાં હતા ત્યારે હવે સતલાસણા પંથકમાંથી પણ ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ચલાવતાં ચાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં સતલાસણા તાલુકાના જસપુર ગામમાં આવેલી ખુલ્લી જગ્યામાં મોબાઇલ એપ દ્વારા લોકોને ગેરમાર્ગે દોરવી ડબ્બા ટ્રેડીંગમાં રૂપિયાનું રોકાણ કરાવી ગેરકાયદેસર પ્રવૃતિ કરનાર શખ્સને ૧.૫૫ લાખના મુદ્દામાલ સાથે પકડી લીધો હતો. 

મહેસાણાના વડનગર, વિસનગર, સતલાસણા, ખેરાલુ પંથકમાં મોટા પ્રમાણમાં ડબ્બા ટ્રેડીગની ગેરકાયદેસર પ્રવૃતિઓ ચલાવવામાં આવી રહી છે જેને ઝડપી પાડવા જિલ્લા પોલીસવડાએ આપેલા આદેશ મુજબ પીએસઆઇ એસ.આર.ચૌધરી, હે.કો, મુકેશકુમાર, વિજયસિંહ, હબીબખાન, નરેશજી, ગલાલભાઇ, હાર્દિકકુમાર સહિતનો પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશને હાજર હતા. તે દરમિયાન હે.કો. મુકેશકુમારને ખાનગી રાહે બાતમી મળી હતી કે,

સતલાસણા તાલુકાના જસપુર ગામની સીમમાં ખેતરની બાજુમાં આવેલા મકાન પાસે આવેલી ખુલ્લી જગ્યામાં ઠાકોર લાલાજી વદાજી રહે. જશપુર તા. સતલાસણાવાળો પોતાના મોબાઇલમાં માર્કેટ પ્લસ નામની એપ્લીકેશનમાં શરે બજારની વધઘટ જાેઇ લોકોને શેર બજારમાં વધુ કમાઇ આપવાની ટીપ્સ આપી સ્ટોક બજારનું લાયસન્સ લીધા વીના લોકો સાથે છેતરપિંડી કરી ગેરકાયદેસર રીતે ડબ્બા ટ્રેડીંગનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પોલીસ બતાવેલ જગ્યા પર પહોંચી રેઇડ કરતાં ઠાકોર લાલાજી વદાજી રહે. જસપુરવાળો શખ્સ સાથે ઘટના સ્થળ પરથી બે મોબાઇલ, નોટબુક, કાર સહિત કુલ રૂા. ૧,૫૫,૫૦૦નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે ડબ્બા ટ્રેડીંગના નેટવર્કમાં સંડોવાયેલા ઠાકોર અજય દશરથજી રહે. જગાવાસ ખેરાલુ, પરમાર ચિરાગ ભીખાભાઇ રહે. સાંકરી તા. ખેરાલુ તથા ઠાકોર સુરેશ ગુલાજી રહે. નળુ હિરપુરા તા. ખેરાલુંવાળા સહિત ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0