યુક્રેનમાં ચાલી રહેલ યુધ્ધથી ત્યાંની સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે.યુક્રેનની સુમી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ફસાયેલા ભારતીય છાત્રા માહેશ્વરી તેતરવાલે જણાવ્યું હતું કે અમે ભુખ્યા તરસ્યા મરી જઇશું અથવા તો ઠંડીને કારણે.યુધ્ધની આવી જ સ્થિતિ બની રહી તો સુમીમાં ફસાયેલા ભારતીય છાત્ર વધુ સમય સુધી જીવિત રહી શકશે નહીં. તેણે કહ્યું હતું કે ગત રાત સુમીમાં રશિયાએ એર સ્ટ્રાઇક કરી હતી.તેમાં પાવર પ્લાન્ટ પુરી રીતે ધ્વસ્ત થઇ ગયો છે
ત્યારબાદથી વીજળી પણ ઠપ્પ થઇ ગઉ છે.આ સ્થિતિમાં છાત્રોની સામે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા ઉભી થઇ ગઇ છે.હવે તો છાત્ર બરફ ઓગાળીને તે પાણી પીવા માટે મજબુર છે.ભારે ઠંડી હોવા છતાં હીટરની પણ કોઇ વ્યવસ્થા નતી આવામાં ભોજન પાણીની સમસ્યાની કમીથી લઇ ઠંડીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.કંઇક આવો જ ભયાનક અનુભવ પટૌદીના અંકિત ધનખંડે પણ સંયુકત કર્યો હતો.
અંકિતે કહ્યું કે યુધ્ધ શરૂ થયાને ૧૦ દિવસ થઇ ગયા છે અને સ્થિતિ ખરાબ થઇ રકહી છે રાતે રશિયાએ એર સ્ટ્રાઇક કરી તો તમામને બંકરમાં જવું પડયું અને આખી રાત બંકરમાં વિતાવવી પડી. રાતમાં જ એક ટેન્કર આવતુ હતું જેનાથી પાણી મળ્યું પરંતુ હવે તો તે પણ બંધ થઇ ગયું છે. આ બધા વચ્ચે ભારતીય દુતાવાસ કહી રહ્યું છે કે એક બે દિવસ રાહ જાેવો સડક માર્ગથી જઇ શકો નહીં અને રેલ ટ્રેક તુટેલા છે આવામાં સુમીથી બહાર જવાનો કોઇ માર્ગ નથી
અંકિતે કહ્યું કે જાે યુક્રેન અને રશિયાની સરકારો ઇચ્છે તો રશિયાની સીમા દ્વારા બહાર નિકળી શકાય છે.સુમીથી રશિયાની સીમા ફકત ૮૦- ૯૦ કિમી દુર છે.ખાસ વાત એ છે કે ભારતીય દુતાવાસે છાત્રોને આશ્વાસન આપ્યું છે કે રશિયાની સીમા દ્વારા તેમને બહાર કાઢવામાં આવશે પરંતુ કયારે બહાર કાઢવામાં આવશે તે બતાવવામાં આવી રહ્યું નથી.દુતાવાસે છાત્રોને કહ્યું છે કે તેઓ ત્યાં જ રહે અંકિતે કહ્યું કે હજુ પણ ૮૦૦થી વધુ છાત્ર સુમી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં ફસાયેલા છે.
ગુરૂગ્રામની રહેવાસી છાત્રા આકાંક્ષા,અંજિલ રિતુ અને રાજસ્થાનની માહેશ્વરીએ કહ્યું કે સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે.સવારથી જ બરફવર્ષા થઇ રહી છે બરફ જમા કરીને ડોલમાં ભરીને તે પીગળે તે પાણી જાેવા મજબુર બન્યા છીએ. હોસ્ટેલ્સમાં લાઇટો પણ નથી હીટર ચાલી રહ્યાં નથી બધા ઠંડીનો સામનો કરી રહ્યાં છે અને ભોજનની પણ કોઇ વ્યવસ્થા થઇ રહી નથી
ભારતીય દુતાવાસ કહે છે કે રશિયાની સીમા પર ૧૩૦ બસો ઉભી છે પરંતુ તેનો શું ફાયદો અમે સીમા સુધી પણ જઇ શકતા નથી જાે અમે એકલા જઇએ તો યુક્રેનના સૈનિકોથી ખતરો છે.માહેશ્વરીએ કહ્યું કે જાે તે લોકો રશિયાની સીમા પર ખુદ જાય તો રસ્તામાં માઇસ પણ બિછાવેલા છે. એ યાદ રહે કે સુમી સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં હરિયાણા ઉપરાંત ગુજરાત એમપી ઉત્તરાખંડ સહિત વિવિધ રાજયોના છાત્ર ભણી રહ્યાં છે.
(ન્યુઝ એજન્સી)


