અર્બુદાધામ ખાતે વિપુલ ચૌધરીની ધરપકડના વિરોધમાં અર્બુદા સેના દ્વારા આયોજિત ‘સદ્‌ભાવના યજ્ઞ’ અને ‘મહાસંમેલન’માં જનમેદની ઉમટી

September 22, 2022

— યજ્ઞ અને મહાસંમેલનમા ટ્રેક્ટરો, ગાડીઓ, લઈને ગામેગામથી લોકો ઊમટ્યા :

— આવી જાઓ મેદાને અર્બુદા સેના તમારી સામે છે કબડ્ડીનો પાટો ઓળંગવા નહિ દઈએ : ભરતભાઈ ચૌધરી

ગરવી તાકાત મહેસાણા : વીસનગર તાલુકાના બાસણા ગામે આજે અર્બુદા ધામમાં સદભાવના યજ્ઞ અને મહાસંમેલનનું આયોજન અર્બુદા સેના દ્વારા કરવામાં આવ્યું જેમાં આજે મોટી સંખ્યામાં અર્બુદા સેના તેમજ આંજણા ચૌધરી સમાજ મોટી સંખ્યામાં જોડાયા. અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીની ધરપકડ કરવામાં આવી, જેને લઈને તેનો ઠેર ઠેર આંજણા ચૌધરી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વીસનગર તાલુકાના બાસણા ગામે તેમની ધરપકડના વિરોધમાં સદભાવના યજ્ઞ અર્બુદા ધામ બાસણા ખાતે અર્બુદા માતાના મંદિરમાં સદભાવના યજ્ઞની શરૂઆત કરવામાં આવી, જેમાં અર્બુદા સેનાનું સંગઠન જળવાઈ રહે અને સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરી ધરપકડમાંથી મુક્ત થાય એ માટે હવનનું આયોજન કરવામાં અવ્યો હતો. લોકો ગામે ગામથી ટ્રેક્ટર, ગાડીઓ લઈને આંજણા ચૌધરી સમાજ ઊમટી પડ્યા.

જેને જોતાં સઘન પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યાં અર્બુદા સેના સૈનિકોએ કહ્યું હતું કે “વિપુલ ચૌધરી જે તરફ ઈશારો કરશે તે અમે મતદાન કરીશું. આવી જાઓ મેદાને કે અર્બુદા સેના તમારી સામે છે”

— આંજણા ચૌધરી સમાજની મહિલાઓ પણ મોટી સંખ્યામાં મહાસંમેલનમાં જોડાઈ :

આ અંગે અર્બુદા સેના જિલ્લા મહામંત્રી રાજુભાઈ ચૌધરીએ જણાવ્યું કે સમાજને સંગઠિત કરવાના ભાગરૂપે 9 મહિના પહેલા અમારા સમાજના આન, બાન, શાન અને પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ દૂધ સાગર ડેરી ચેરમેન વિપુલભાઈ ચૌધરીએ આંજણા ચૌધરી સમાજના સંગઠનની રચના કરી.

સમાજના નેતા વિપુલભાઈ ચૌધરીની ધરપકડના વિરોધમાં મહેસાણા જિલ્લાની આજે 25 હજારથી વધુ ભાઈઓ તથા મહિલાઓ ઉપસ્થિત હતા. આજની સરકારને હું કહું છું કે વિપુલભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટીમાં હતા, ત્યારે 2017ની ચુંટણીમાં ચૌધરી સમાજના લોકોએ 90 ટકાથી વધારે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા.

એક જ લક્ષ્ય છે. અમારા સમાજના નેતાને તમે જેલમાં પૂરી અમને ભગતસિંહ બનવા મજબુર ના કરો તો સારી વાત છે. અમારી એક જ માગ છે કે વિપુલભાઈ ચૌધરીને કોઈપણ ભોગે મુક્ત કરાવવા છે. જૂના કેસો ખોટા ખોલી 17 વર્ષ પહેલાં આ ખોટા કેસો થયાન હતા, ઊભા કર્યા છે. તમે 17 વર્ષ સુધી ક્યાં ઊંઘી ગયા હતા એવા વેધક સવાલો કરીને તેમણે પોતાનો આક્રોશ ઠાલવ્યો

ભૂતકાળમાં ચૌધરી સમાજનું સંગઠન બનાવવા માટે ધિણોજના વતની પ્રતાપભાઈ મોતીભાઈ ચૌધરી (પી.એમ.) પણ અથાગ પ્રયત્નો કરેલા તેમને ગઢા અર્બુદા ધામના જાખડ ઋષિએ યાદ કરી જણાવ્યું હતું

કે, પી.એમ. ચૌધરીએ રાજસ્થાનના આબુમાં પણ અખિલ ભારતીય આંજણા સમાજની સ્થાપના કરેલી અને સમાજમાં તેમનું પણ એક અલગ પ્રકારનું યોગદાન હતુ. સમાજની કોઈ પણ સંસ્થા બનાવવાની હોય તેમાં આખા ભારતમાંથી દાન લાવવું કે પછી રાજકીય પ્રભુત્વ ધરાવતા પી.એમ. ચૌધરી હાજર હોત તો અત્યારે સમાજ એક તાંતણે બંધાયેલો હોત.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0