દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતઓની યાદીમાં સી.આર.પાટીલનો બીજી વખત સમાવેશ 

April 1, 2023

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત

ગુજરાત ભાજપ સંગઠન અને માળખાને મજબૂત કરવામાં સી.આર.પાટીલનું મહત્વનું યોગદાન 

ગરવી તાકાત, ગાંધીનગર તા. 01-  ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો ફરી દેશના 100 શક્તિશાળી વ્યકિતઓની યાદીમાં સમાવેશ થયો છે. સી.આર.પાટીલના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત થઇ હતી. ગુજરાતમાં સંગઠનને વધુ મજબૂત કરવામાં અને ગુજરાતની ઐતિહાસિક જીત માટે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું મહત્વનું યોગદાન રહેલું છે.

ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને સતત બીજી વખત દેશના ખ્યાતનામ દૈનિક અખબારી ઇન્ડિયન એકસપ્રેસ દ્વારા દેશના 100 સૌથી શક્તિશાળી વ્યકિતીઓની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સી.આર.પાટીલએ વર્ષ 2019ની લોકસભા ની ચૂંટણીમાં 6 લાખ થી વધુ મતોથી જંગી જીત મેળવી સૌથી વધુ મતોથી જીતનાર લોકપ્રિય સાંસદ છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં ખૂબ સક્રિય રહે છે.

જેના કારણે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. સી.આર.પાટીલ તેમના મત વિસ્તારમાં મજબૂત સંગઠન શક્તિને કારણે તેઓને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જુલાઇ 2022માં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી.સી.આર.પાટીલએ પ્રદેશ અધ્યક્ષ બન્યા પછી મજબૂત સંગઠન શક્તિથી પાર્ટીના કાર્યકરોમાં નવી દિશા અને ઉર્જાનો સંચાર કર્યો. દેશ અને રાજયના વિકાસમાં નવ યુવાનો તેમજ દેશભાવના વધે તેવા પ્રયાસો કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0