દેશનો સૌથી મોટો સોશિયલ મીડિયા કાંડ, 1.2 કરોડ વોટ્સએપ, 17 લાખ ફેસબુક યુઝર્સ શિકાર 

March 24, 2023

અત્યાર સુધીના સૌથી મોટા સોશિયલ મીડિયા ડેટા લીકનો પર્દાફાશ થયો

આરોપીઓએ આ ચોરીનો ડેટા 100 સાયબર ઠગને પણ વેચ્યાં હોવાની કબૂલાત 

આરોપીઓએ 50,000 લોકોનો ડેટા માત્ર 2,000 રૂપિયામાં વેચ્ય

દિલ્હી, તા.24 : દેશનો સૌથી મોટો ડેટા લીકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માનવામાં આવે છે 1.2 કરોડ વોટ્સએપ, 17 લાખ ફેસબુક યુઝર્સ શિકાર બન્યા છે. આ કેસમાં દિલ્હીમાંથી સાત ડેટા બ્રોકરોની ધરપકડ કરવામાં આવી છે.  તમામ આરોપીઓ નોઈડામાં કોલ સેન્ટર દ્વારા ડેટા એકત્ર કરી રહ્યા હતા. આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે આ ચોરીનો ડેટા 100 સાયબર ઠગને પણ વેચવામાં આવ્યો છે. અત્યાર સુધીના સૌથી મોટા સોશિયલ મીડિયા ડેટા લીકનો પર્દાફાશ થયો છે. આ કેસમાં સાત લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. 

સાયબર પોલીસના જણાવ્યા અનુસાર આ ડેટા લીકમાં સરકારી અને બિનસરકારીના લગભગ 16.8 કરોડ ખાતાનો ડેટા ચોરવામાં આવ્યો છે. તેમાં 2.55 લાખ સૈન્ય અધિકારીઓનો ડેટા પણ સામેલ છે. આ ડેટા લીકને દેશનું સૌથી મોટું ડેટા લીક કહેવામાં આવી રહ્યું છે. આ આખી ગેંગની તેલંગાણાની સાયબરાબાદ પોલીસે ધરપકડ કરી છે. આ લોકો 140 અલગ-અલગ કેટેગરીમાં ડેટા વેચતા હતા. આમાં સેનાના જવાનોના ડેટા ઉપરાંત દેશના તમામ લોકોના ફોન નંબર, NEETના વિદ્યાર્થીઓની અંગત માહિતી વગેરે સામેલ છે.

આ માહિતી સાયબરાબાદ પોલીસ કમિશનર એમ સ્ટીફન રવિન્દ્રએ આપી છે. આ કેસમાં દિલ્હીમાંથી સાત ડેટા બ્રોકરોની ધરપકડ કરવામાં આવી છે. તમામ આરોપીઓ નોઈડામાં કોલ સેન્ટર દ્વારા ડેટા એકત્ર કરી રહ્યા હતા. આરોપીઓએ એ પણ કબૂલાત કરી છે કે આ ચોરીનો ડેટા 100 સાયબર ઠગને પણ વેચવામાં આવ્યો છે. આ ડેટા લીકમાં 1.2 કરોડ વોટસએપ યુઝર્સ અને 17 લાખ ફેસબુક યુઝર્સનો ડેટા સામેલ છે. સેનાના જવાનોના ડેટામાં તેમનો વર્તમાન રેન્ક, ઈ-મેલ આઈડી, પોસ્ટિંગનું સ્થળ વગેરેનો સમાવેશ થાય છે. આ ડેટાનો ઉપયોગ સેનાની જાસૂસી માટે થઈ શકે છે. પોલીસ રિપોર્ટ અનુસાર, આરોપીઓએ 50,000 લોકોનો ડેટા માત્ર 2,000 રૂપિયામાં વેચ્યો છે. પોલીસ તપાસ કરી રહી છે કે સાયબર ગુનેગારો કેવી રીતે હતા. ડેટા એક્સેસ કરી રહ્યા હતા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0