મહેસાણા જિલ્લામાં ગોકળગતિએ વધતાં કોરોનાના કેસ : આજે વધુ 10 કેસ નોંંધાયાં 

March 15, 2023

મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં 4,કડી શહેરમાં 1 અને ગામડાઓમાં 2, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર શહેરમાં 2 મળી કુલ 10 કેસ નવા નોંધાયા

મહેસાણા જિલ્લામાં આજે નવા 822 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયાં

ગરવી તાકાત, મહેસાણા તા. 15-  કોરોનાનું સંક્રમણ દેશ સહિત ગુજરાતભરમાંથી ઘટી જવા પામ્યું હતું. પરંતુ તાજેતરમાં ગુજરાતમાં ગોકળ ગતિએ કોરોનાના કેસોની સંખ્યાંમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ જિલ્લામાં પણ એકલ દોકલ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાઇ રહ્યા છે જેમાં મહેસાણા જિલ્લામાં આજે એક સાથે 10 કોરોનાના કેસો નોંધાતાં આરોગ્યતંત્ર પણ હરકતમાં છે. તાજેતરમાં ડબલ ઋતુ થવાના કારણે વિવિધ હોસ્પિટલોમાં શરદી ખાસીના કેસોનું પ્રમાણ સતત વધી રહ્યું છે જેમાં કેટલાક કોરોનાના ભોગ બન્યાં છે.

મહેસાણા જિલ્લામાં સતત કોરોના કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. આજે મહેસાણા જિલ્લામાં કોરોનાના 10 કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 22 પર આવી પહોંચ્યો છે ત્યારે હવે જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટીગમાં વધારો કરી દેવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લામાં લાંબા સમય બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું છે. જેમાં આજે એક જ દિવસમાં 10 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણાના ગ્રામ્ય વિસ્તારોમાં 4,કડી શહેરમાં 1 અને ગામડાઓમાં 2, બેચરાજી તાલુકામાં 1, વિજાપુર શહેરમાં 2 મળી કુલ 10 કેસ નવા નોંધાયા છે. ત્યારે જિલ્લામાં આજે નવા 822 સેમ્પલ લેવામાં આવ્યા છે જે લેબમાં મોકલી અપાયા છે.

મહેસાણા જિલ્લામાં બીજી બાજુ શરદી ખાંસીના કેસો સતત વધી રહ્યા છે. જિલ્લામાં આજે સીઝનલ ફ્લૂના એક પણ કેસ નોંધાયો નથી.ત્યારે આજે સીઝનલ ફ્લૂના 2 સેમ્પલ લઇ લેબમાં મોકલી અપાયા છે. તેમજ હાલમાં મહેસાણા જિલ્લામાં સીઝનલ ફ્લુનો એક કેસ એક્ટિવ જોવા મળી રહ્યો છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0