વિશ્વના અનેક દેશોમાં કોરોનાના કેસ વકર્યા જ્યારે ભારતમાં તળીયે

December 20, 2022

 ચીન ઉપરાંત જાપાન-કોરીયા-બ્રાઝીલની હાલત ખરાબ

નવી દિલ્હી – ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરી ફુંફાડો માર્યો હોવા છતાં ભારતમાં હાલત કાબૂ હેઠળ જ છે એટલું જ નહીં, અત્યાર સુધીના સૌથી ઓછા કેસ નોંધાયા છે. દુનિયાના અનેક દેશોમાં નવેમ્બરથી જ કોરોનાના નવા કેસોમાં વૃદ્ધિ દેખાવા લાગી હતી. ભારતમાં એકાદ વર્ષથી કોરોના કાબુમાં આવી ગયો છે અને હવે સંક્રમણદર પણ સૌથી નીચો રહ્યો છે. રવિવારે પુરા થયેલા સપ્તાહમાં ભારતમાં કોરોનાથી માત્ર 12 લોકોના મોત થયા હતા. આ દરમ્યાન ત્રણ દિવસ એકપણ મોત નોંધાયા ન હતા.   

ભારતમાં માર્ચ 2020થી કોરોનાનો પગપેસારો થયો ત્યારબાદનો આ સૌથી નીચો સાપ્તાહિક સંક્રમણ-મૃત્યુદર છે. ભારતમાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ પડયુ તે 23થી29 માર્ચ 2020ના સપ્તાહ પછીના સૌથી ઓછા 1103 કેસ ગત સપ્તાહમાં નોંધાયા છે. માર્ચ 2020ના છેલ્લા સપ્તાહમાં 736 કેસ હતા અને ત્યારબાદના અઠવાડિયામાં વધીને 3154 થઈ ગયા હતા.

ભારતમાં છેલ્લા પાંચ મહિનાથી કોરોના કેસોમાં સતત ઘટાડો છે. અઠવાડિક ગણતરીએ 18થી24 જુલાઈના સપ્તાહથી કેસ ઘટી રહ્યા છે. ગત સપ્તાહમાં કોરોનાથી 12 લોકોના મોત થયા તે 16થી22 માર્ચ 2020 પછીનો સૌથી ઓછો આંકડો છે.

બીજી તરફ એશિયા, યુરોપ સહિત દુનિયાના અનેક દેશોમાં નવેમ્બરથી કોરોના માથુ ઉંચકી રહ્યો છે. 2 નવેમ્બરે વિશ્વમાં 3.3 લાખ કેસ હતા તે 18 ડિસેમ્બરે 5.1 લાખ નોંધાયા હતા. 55 ટકાની વૃદ્ધિ થઈ હતી. ચીને કોરોના વિસ્ફોટ વચ્ચે પણ નિયંત્રણો હટાવતા દુનિયા માટે હાલત ચિંતાજનક બની છે. ચીન ઉપરાંત જાપાનમાં પણ હાલત ખરાબ હોય તેમ છેલ્લા સાત દિવસમાં 10 લાખથી વધુ કેસ નોંધાયા છે. આગલા સપ્તાહ કરતા 20 ટકા વધુ છે. મૃત્યુઆંક પણ 19 ટકા વધ્યો છે. દક્ષિણ કોરીયામાં પણ નવા કેસમાં 9 ટકાની વૃદ્ધિ છે. બ્રાઝીલ, જર્મની, હોંગકોંગ, તાઈવાનમાં પણ હાલત ચિંતાજનક છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0