પાટણના તબીબની ડિગ્રી અંગે વિવાદ આઈએમએના ગુ્રપમાંથી રીમુવ કરાયા

June 10, 2022

ગરવી તાકાત પાટણ : પાટણમાં એક એમડી ફિઝિશિયન ડોક્ટરના રજીસ્ટ્રેશન અને તેમાં તેમના નામને લઈને વિવાદ ઉભો થતાં આ મામલો શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.આ વિવાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલ ખાતે પહોંચતાં અનેક તર્કવિતર્ક સર્જાયા છે.

પાટણના નવા બસ સ્ટેશન રોડ પર  પ્રસિધ્ધ નામની હોસ્પિટલ ધરાવતા ડો. યોગેશ બી. પટેલની એમડી ફિઝિશિયનની ડિગ્રીમાં મેડિકલ રજીસ્ટ્રેશનમાં નામને લઈને  વિવાદ થતાં તબીબી વર્તુળમાં ચર્ચાનો મુદ્દો બન્યો હતો. તેમના રજીસ્ટ્રેશન વર્ષમાં તેમની જગ્યાએ બીજા કોઈ ડોક્ટરનું નામ બોલે છે.

નામમાં યોગેશ બાબુલાલ પટેલ અને યોગેશ ભરતભાઈ પટેલ એવું પણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન પાટણ આઈએમએના ડોક્ટરોના  ગુ્રપમાંથી આ ડોક્ટરને રીમુવ કરવામાં આવતા  મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે.

જયારે પાટણ આઇએમએના પ્રમુખ ડો. હિનેસ મોદીએ જણાવ્યું હતું હતું કે તેમની પાસે એમબીબીએસ કે એમડી ની ડીગ્રી નથી એટલે એમને ગુ્રપમાંથી રિમુવ કર્યા છે  અને આ અંગે ગુજરાત મેડીકલ એસોસીએસનમાં જાણ કરવામાં આવી છે.

એટલે  સરકાર દ્વારા તપાસ થયા બાદ આગળની કાર્યવાહી માટે કલેક્ટર અને ડીડીઓ ને રજુઆત કરશે.તબીબ સામે નિર્ણય  લેવાના થશે તે સ્ટેટ મેડીકલ કાઉન્સિલ કરશે. હાલ માં ડોક્ટરની હોસ્પિટલ બંધ હોય અને ડોક્ટર નો મોબાઈલ ઉપર સંપર્ક ન થઈ શકતાં સત્ય શું છે તે જાણી શકાયું નથી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0