પટેલનગરમાં NOC વિના ટાવર ઊભો કરી દેવાતા વિવાદ ખડો થયો: તંત્ર ધોર નિદાંમાં

March 12, 2022

— મહેસાણા એરોડ્રામ પાછળની સોસાયટીના ખાનગી પ્લોટમાં એટીસી ટેલીકોમે ટાવર ઊભો કર્યે દોઢ વર્ષ થયું પણ પાલિકા અજાણ???

ગરવી તાકાત મહેસાણા :  મહેસાણા શહેરમાં એરોડ્રામ પાછળ આવેલી પટેલનગર સોસાયટીમાં ખાનગી માલિકીના પ્લોટમાં એનઓસી વિના જ એટીસી ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી. નામની કંપનીએ ઊભા કરેલા મોબાઇલ ટાવરનો વિવાદ ખડો થયો છે. ટાવર દોઢ વર્ષથી ઊભો હોવા છતાં તંત્રને જાણે ખબર જ ન હોય તેમ તપાસ કરી એનઓસી માટે નોટિસ આપવાનો રાગ આલાપી રહ્યું છે.

એટીસી ટેલીકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લી.એ નગરપાલિકામાં ઓક્ટોબર 2020માં ટાવર ઊભો કરવા એનઓસી માટે અરજી કરી હતી. જેમાં કંપનીને એરોડ્રામ પાછળ આવેલી પટેલનગર સોસાયટીમાં ખાનગી માલિકીના પ્લોટમાં ટાવર ઊભો કરવા એનઓસી માટે ઇન્ટોલેશન ચાર્જ રૂ.24 હજાર, લાયસન્સ ફી પેટે રૂ.18,200 અને પરવાનગી વગર પોલમાં રૂ.50 હજાર મળી કુલ રૂ.92,200 જમા કરાવવા ગત જાન્યુઆરી 2021માં નગરપાલિકાએ લેખિત જાણ કરી હતી. આમ છતાં કંપનીએ ફી ભરી એનઓસી લેવાની ઐસી તૈસી કરી ટાવર ઊભો કરી દીધો હતો. બીજી બાજુ, ફી નહીં આવતાં પાલિકાએ એનઓસી માટેની અરજી ફાઇલે કરી દીધી હતી.

— પ્રાદેશિક કમિશ્નરની તપાસ માટે સૂચના પાલિકા ઘોળીને પી ગઇ: 
આ અંગે પટેલનગરના રહીશ કલ્પેશભાઇ પટેલે કહ્યું કે, કંપનીનો ગેરકાયદે ટાવર ઊભો હોવા છતાં નગરપાલિકાએ કોઇ કાર્યવાહી કરી નથી. આ અંગે કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને પણ રજૂઆત કરાઇ છે. ટાવર મામલે કોર્ટ કેસ પણ ચાલી રહ્યો છે. અમે નગરપાલિકાની લાપરવાહી મામલે કાર્યવાહી કરવા રજૂઆત કરતાં પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા પાલિકાને તપાસ કરી અહેવાલ રજૂ કરવા આદેશ પણ કરાયો છે. છતાં બિન પરવાનગી ટાવર સામે કાર્યવાહી કરાઇ નથી.

— ટાવર મામલે તપાસની સૂચના આપી છે : સીઓ: 
આ અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, ટાવર ઊભો કરવા બાબતે પાલિકાની એનઓસી લેવાની રહે છે. આ કેસમાં ચકાસણી કરી એનઓસી ના લેવાઇ હોય તો કંપનીને નોટિસ આપવા ટીપી શાખાના કર્મીને સૂચના આપી છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0