કોરોનાની ગાઈડલાઈન સાથે આ વર્ષે ગુજરાતમાં નવરાત્રિ ઉજવવાની છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય તેવુ પણ સરકારે જાહેરાત કરી છે. ત્યારે આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જાેવા મળી હતી. સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિ નિયમોને નેવે મુકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો – મોઢવાડીયાએ AAP ને ભાજપની B ટીમ ગણાવી – કોંગ્રેસના 19.20 ટકા મતો ઘટ્યા તો સામે AAPને 21.31 ટકા મત મળ્યા : ગાંધીનગર
આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જાે કે, સરકાર દ્વારા કોમર્શિયલ ગરબાનું આયોજન કરવાની છૂટછાટ આપવામાં આવી નથી. એવામાં કરમસદના વિવાહ પાર્ટી પ્લોટમાં સરકારના નીતિ નિયમોને નેવે મૂકીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રીના આદેશનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ પોલીસની હાજરીમાં લોકો ગરબાના તાલે ઝૂમી રહ્યા હતા. ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ પણ આ ગરબા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી તરફ આ ગરબા કાર્યક્રમમાં ગુજરાતી સિંગર કિંજલ દવે પણ ઉપસ્થિત રહી હતી.
ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું છે કે કોરોના સામેની લડાઇ હજુ પૂરી થઈ નથી, તે રીતે જ નિયમોને ધ્યાનમાં રાખીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિ એ સૌ કોઈ માટે આસ્થાનો વિષય છે. બે વર્ષથી ગુજરાતમાં નવરાત્રિનું આયોજન થઈ શક્યું નથી. મુખ્યમંત્રીએ તમામ વિભાગો સાથે ચર્ચા કરી હતી. કોરોનામાં માનસિક તણાવ દૂર થાય તે માટે શેરી ગરબાને મંજૂરી અપાઈ છે.