પાટણમાં સ્વચ્છતા માટે મંગાવેલ લાખો રૃપિયાનાં કન્ટેનરો કાટ ખાઈ ગયા

May 27, 2022

— નગરજનોને પ્રાથમિક સુવિધા માટે વલખાં :

— રબ્બર સ્ટેમ્પ પાલિકા પ્રમુખ અને સતાધારી પક્ષના નિષ્ક્રિય નગરસેવકોને કારણે પ્રજા પરેશાન બની છે ભરત ભાટીયા :

ગરવી તાકાત પાટણ : પાટણ નગરપાલિકામાં સતાધારી પક્ષના નિષ્ક્રિય નગરસેવકો નાં કારણે પાટણની પ્રજા પ્રાથમિક સુવિધાઓ મેળવવા માટે એક તરફ મુશ્કેલીઓ ભોગવી રહી છે. સ્વચ્છતાની કામગીરી માટે ખરીદ કરવામાં આવેલા કન્ટેનરો બિઉપયોગી બનતાં કાટ ખાતા હોવાના આક્ષેપ કોંગ્રેસે કર્યા હતા.

પાટણ નગરપાલિકા એક તરફ શહેરને વિકાસસીલ બનાવવાની ગુલ બાગો  પોકારતી હોવાના આક્ષેપ કરી વિરોધપક્ષના નેતા ભરત ભાટીયાએ કહ્યું હતું કે,શહેરના મિલ્કત ધારકો નિયમિત પોતાનાં વેરા ભરપાઇ કરી નગર પાલિકાને આથક રીતે મદદરૃપ બની રહ્યા છે. સરકારની કરોડો રૃપિયા ની ગ્રાન્ટ પણ પાટણ નગરપાલિકાને પ્રાપ્ત થતી હોવા છતાં

શહેરીજનો ને પ્રાથમિક સુવિધાઓ મેળવવા ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વધુ માં  પ્રમુખ સ્મિતાબેન પટેલ ને રબ્બર સ્ટેમ્પ તરીકે લેખાવી સતાધારી પક્ષના કોપોરેટરો ને નિષ્ક્રિય દશાવી આક્ષેપ કર્યો હતો કે નગર પાલિકા દ્વારા લાખો રૃપિયા નાં ખર્ચે શહેરને સ્વચ્છ બનાવવા ખરીદી કરાયેલા કન્ટેનરો શહેરના સાંઈબાબા મંદિર રોડ પરના ખુલ્લા મેદાનમાં વણ વપરાયેલા કાટ ખાઈ ને ભંગારની હાલતમાં પડી રહ્યા છે. જયારે  ભૂગર્ભ ગટર ની પાઈપો પણ જે તે વિસ્તારમાં રસ્તે રઝળતી જોવા મળી રહી હોવાનું જણાવ્યું હતું.

તસવિર અને અહેવાલ :  પરમાર ભુરાભાઈ – સરસ્વતી પાટણ

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0