ગરવી તાકાત પાટણ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી જગદીશ ઠાકોર આદેશ અનુસાર વર્તમાન ભાજપ સરકારના શાસનમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધતા મોંઘવારીના મુદ્દે રાજ્ય વ્યાપી પ્રતીક ધરણાંનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જેને લઇ પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુરુવારે પાટણ સિદ્ધપુર ચોકડી પાસે ઓવરબીજ નીચે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ ધારાસભ્ય કિરીટ પટેલની ઉપસ્થિતીમાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પાટણ ખાતે ગુરુવારે સિદ્ધપુર ચોકડી ચાર રસ્તા પાસે વધતા પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવ, રોજગાર ધંધા ઠપ, બેરોજગારી, મોંધવારી જેવાં વિવિધ મુદ્દે ભાજપ સરકાર સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા બેનર સાથે ધરણા એ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
હાય રે ભાજપ હાય હાય,મોંઘીદાળ મોંઘું તેલ બધો ભાજપ નો ખેલ,ભાજપ તારા કેવા ખેલ સસ્તા દારૂ મોઘુ તેલ,મોંઘા ગેસ, મોંઘાતેલ બંધ કરો લૂંટ ના ખેલ, જેવાં વિવિધ ભાજપ સરકાર વિરોધી નારાઓ લગાવી ચાર રસ્તા ઉપર પ્રતીક ધરણા પર બેઠા હતા. પાટણ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોરે જણાવ્યું હતું કે આગામી સમયમાં દીવાળી સહિત તહેવારો આવી રહ્યા છે તો આગામી સમયમાં ભાવ અંકુશમાં રાખવામાં નહીં આવે તો જલદ કાર્યક્રમ આપવામાં આવશે.કાર્યક્રમમાં પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર,કોંગ્રેસના અશ્વિન પટેલ,ભરત ભાટિયા, ભુરાભાઈ સૈયદ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા.