વિજયનગર મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રનો કોમ્પ્યુટર ઓપરેટર અને રેવન્યુ તલાટી વારસાઈની નોંધ પડાવવામાટે રૂ.1500ની લાંચ લેતા ઝડપાયા

January 24, 2025
ગરવી તાકાત, વિજયનગરતા.24/1/2025
વિજયનગર મામલતદાર કચેરીના ઈ -ધરા કેન્દ્રમાં કોમ્પ્યુટર ઓપરેટર અને રેવન્યુ તલાટી મિલકત વારસાઈની હયાતીમાં નોંધ પડાવવા માટે લાંચ લેતા બંને એ.સી.બી ના હાથે  રંગે હાથે ઝડપાતાં રૂસ્વદ લઈને કામ કરતા કર્મચારીઓમાં વધુ ફફડાટ વ્યાપી ગયો છે
વધુ માહિતી મુજબ ફરિયાદીની મિલકતની મિલકતની વારસાઈ હયાતીમાં પરિવારના સભ્યો નીનોંધ કરાવવાની હતી જેથી ફરિયાદી આ કામ માટે જન સેવા કેન્દ્ર ખાતે ઇ-સ્ટેમ્પ લેવા ગયા હતા   ઈ-સ્ટેમ્પની કામગીરી સંભાળતા ધર્મેન્દ્રભાઈ એ.સોલંકીએ આ કામગીરી કરી આપવા માટે ફરિયાદી પાસેથી  કામગીરી પેટે પ્રથમ રૂપિયા ૧૫૦૦ – અને બીજી વાર રૂપિયા ૨૭૦૦/- ની લાંચની માંગણી કરી હતી વધુ ત્યારબાદ ઈ- ધરામાં ફરીથી રૂપિયા ૧૫૦૦/- આપવા પડશે તેવી લાંચ ની માંગણી કરતા ફરિયાદી લાંચનાં રકમ આપવા માગતા ન હોવાથી તેમણે એન્ટિ કરપ્શન બ્યુરો. ઓફિસ હિંમતનગર ખાતે એ.સી.બી નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જેને આધારે  એસીબીની ટીમે ગુરુવારે જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી ખાતે લાંચનાં છટકાનું આયોજન કર્યું હતું.આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી ધર્મેન્દ્ર સોલંકીએ ફરિયાદી સાથે વાતચીત કરી લાંચ ની રકમ સ્વીકારી હતી અને ઈ-ધરા કેન્દ્ર મામલતદાર કચેરીમાં રેવન્યુ તલાટી વર્ગ-3 માં ફરજ બજાવતો મહાવીર એ.અસારીએ ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી હતી જેમાં બંને આરોપીઓને ઝડપી લઈ તેમની વિરુદ્દ કાર્ય વાહી હાથ ધરવામાં આવીછે.
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0