મેઘરજ તાલુકામાં આરોપીઓએ લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, બે આરોપીની ધરપકડ

May 28, 2026

ગરવી તાકાત ગાંધીનગર : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં એક સગીરાના અપહરણ અને દુષ્કર્મનો મામલો સામે આવ્યો આરોપીઓએ લગ્નની લાલચ આપી સગીરાને અલગ અલગ સમયે ભગાડી જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ મેઘરજ પોલીસે પોક્સો અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી બે આરોપીઓની અટકાયત કરી પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા સાત મહિનાના સમયગાળા દરમિયાન બંને આરોપીઓ અલગ અલગ સમયે સગીરાને ભગાડી ગયા.

આરોપીઓએ સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી પરિવાર સમાજમાં આબરૂ જવાના ડર અને સતત મળતી ધમકીઓના કારણે લાંબા સમય સુધી ફરિયાદ નોંધાવવામાં અસમર્થ રહ્યો જાણવા મળ્યું  કે આરોપીઓ પૈકી એક સગીરાનો કુટુંબી કાકા જેણે પરિવારના વિશ્વાસનો ગેરલાભ ઉઠાવ્યો ઈસરી પોલીસે કાર્યવાહી કરીને સગીરાને મુક્ત કરાવી સુરક્ષિત રીતે પરિવારને સોંપી.

ત્યારબાદ મેઘરજ પોલીસે પોક્સો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસે સગીરાનું મેડિકલ પરીક્ષણ સહિતના પુરાવાઓ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી આ મામલે અરવલ્લી DYSP જે.ડી.વાઘેલાએ જણાવ્યું કે સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે ગંભીરતાથી તપાસ ચાલી રહી બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી અને સમગ્ર ઘટનાની તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0