ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકાના જૂની શેઢાવી ગામે પોતાના દીકરાના ઘરે રહેતા દંપતી ઉપર ધારિયા અને લાકડી જેવા હથિયારોથી 11 જણાએ હુમલો કરી બંનેને ઈજાઓ પહોંચાડી જે મામલે હુમલો કરનાર 11 શખ્સો સામે ફરિયાદ નોંધાઇ. જૂની શેઢાવી ગામના નવુબા દિલીપસિંહ ચાવડા પતિ સાથે દીકરા અજયસિંહના ઘરે રહે 15 જુલાઈના રોજ સાંજે પતિ સાથે ઘરે હતાં.
![]()
તે સમયે તેમનો દીકરો અજયસિંહ ઘરે આવ્યો અને ત્યાર પછી આવેલા અજીતસિંહ ઉદાજી ચાવડાએ ધારિયું, ચાવડા રવિસિંહ અજીતસિંહે તલવારથી અને ચાવડા કિશનસિંહ ગનાજીએ લાકડીથી નવુબા અને તેમના પતિને ગાળો બોલી માર માર્યો. અજીતસિંહ તેમના પતિને ધારિયું મારવા જતાં તેઓ વચ્ચે પડતાં તેમને માથામાં કપાળના ભાગે વાગ્યું બૂમાબૂમ થતાં.

ત્રણેય જણાનું ઉપરાણું લઈ ચાવડા કુલદીપસિંહ નટુજી, મહેન્દ્રસિંહ પરથીજી, જગદીશજી પ્રવીણસિંહ, અંતીબા અજીતસિંહ, જીગ્નેશસિંહ અજીતસિંહ, ખોડાજી ચેનાજી, પ્રવીણસિંહ કેશાજી અને ગીતાબા પ્રવિણસિંહ એક સંપ થઈ તેમના ઘરે આવી તેમના ઉપર પથ્થર અને ધોકાથી માર માર્યો હતો.


