ગરવી તાકાત થરાદ : થરાદ એસટી તંત્ર દ્વારા મહત્વના અનેક રૂટ બંધ કરી દેવાયા. જોકે જરૂરી એવા રૂટો બંધ છે, જેને પગલે પંથકના મુસાફરોને બહારગામ આવવા-જવામાં ભારે હેરાનગતિ ભોગવવી પડે. જેમાં થરાદ એસટી ડેપોમાં બસના રૂટ બંધ કરાતા 50થી વધુ મુસાફરો પાસવાળા છે. જે મુસાફરો રઝળ્યા તેમા આ બસની અંદર 40થી 50 મુસાફરો પાસે પાસ. 50થી 60 વિદ્યાર્થીઓના પાસ છે છતાં વારંવાર આ રૂટની બસ બંધ કરવામાં આવતા પાસ વાળા લોકોમાં રોષ જોવા મળ્યો.
પાસવાળા મુસાફરોએ જણાવ્યું હતું કે વારંવાર આ બસ બંધ રાખવામાં આવે છે. જેને લઈને લેખિતમાં અને મૌખિક અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એસટી બસ તંત્ર અમારું કોઈ સાંભળતું નથી તેવા આક્ષેપો પણ કર્યા. જેમાં ડેપો મેનેજરને આ વિશે ફોન કરતાં ફોન સ્વીચ ઓફ આવ્યો.


