વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારની ટોરેન્ટોમાં ચૌધરી સમાજના આગેવાનીમાં અંતિમ વિધિ કરાઇ 

April 11, 2023

વિજાપુર માણેકપુરાના ચૌધરી પરિવારના 4 સભ્યોના હોડી પલટી મારતાં નદીમાં ડૂબી જતાં મોત થયા હતા 

કેનેડામાં વસતાં ચૌધરી સમાજના આગેવાનોએ વિધિવત રીતે અંતિમ વિધિમાં જોડાઇ પોતાની ફરજ નિભાવી 

ગરવી તાકાત, મહેસાણા તા. 11 – કેનેડાથી અમેરિકામાં નદી પાર કરતા સમયે હોડી પલટી જતાં 8 લોકોના મોત થયા હતા. અમેરિકામાં ઘૂસણખોરી કરતા મહેસાણાનો એક પરિવાર મોતને ભેટ્યો હતો. વિજાપુર તાલુકાના ડાભલાના માણેકપુરા ગામનો ચૌધરી પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થયા હતા. મૃત્યુ પામેલ 4 વ્યક્તિઓનો મૃતદેહ લાવવા અથવા પરિવારના 2 વ્યક્તિઓને અંતિમવિધિ માટે વિઝા આપવા પરિવારે માંગ કરી હતી. પરંતુ વિઝા ના મળતા કેનેડામાંજ ચૌધરી પરિવારની અંતિમ વિધિ કરાઇ છે.  કેનેડાના ટોરેન્ટોમાં ચૌધરી સમાજના અગ્રણીઓની હાજરીમાં અંતિમવિધિ કરાઈ છે.

અમેરિકાના મોહમાં મોતના રસ્તે જતા પરિવારોની સંખ્યા વધી રહી છે.  કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી હતી. ખરાબ હવામાનના કારણે બોટ પલટી થતાં 8 લોકોના મોત થયા હતા. 4 ભારતીય સહિત કુલ 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા.  ગુજરાતીઓની વિદેશ જવાની જીદ જીવલેણ સાબિત થઈ રહી છે.  મૃતકોમાં વીજાપુરના પતિ-પત્ની અને બે બાળકો હતા.

ચૌધરી પરિવારના ચાર સભ્યો બે મહિના પહેલાં કેનેડા પહોંચ્યા હતા. જ્યાંથી અમેરિકામા ઘુસણખોરીમાં ચૌધરી પ્રવીણભાઈ વેલજીભાઇ (પતિ), પત્નિ દક્ષાબેન પ્રવીણભાઈ ચૌધરી, પુત્ર મિત કુમાર પ્રવીણભાઇ ચૌધરી અને પુત્રી વિધીબેન પ્રવીણભાઈ ચૌધરી કેનેડા ગયા હતા. આ ઘટનાને પગલે માણેકપુરા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એક પરિવાર ભારતીય અને એક પરિવાર રોમાનિયન મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તો કેનેડા પોલીસે જે નામ જાહેર કર્યા છે

મહત્વનું છે કે, કેનેડાના ટોરેન્ટોમાં મોટી સંખ્યામાં ચૌધરી પરિવારો વસવાટ કરે છે જેમાં મહેસાણા જિલ્લાના પણ અનેક ચૌધરી પરિવારો વસવાટ કરે છે ત્યારે પરિવારના ચાર સભ્યોના કેનેડાના ટોરેન્ટોમાં વસતાં ચૌધરી આગેવાનો એકઠા થયા હતા અને અંતિમ વિધિમાં જોડાઇ પરિવારના સભ્યોની વિધિવત રીતે અંતિમવિધિ કરી પોતાની ફરજ બખુબી નિભાવી હતી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0