મહેસાણા જિલ્લાના MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત લેતા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એસ.પી.જી. મુદલિયાર

શેર કરવા અહીં ક્લિક કરો.

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના MCMC અને મીડિયા સેન્ટરની મુલાકાત કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એસ.પી.જી. મુદલિયાર દ્વારા લેવામાં આવી હતી. ઓબ્ઝર્વરશ્રીએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે ચકાસણી કરી હતી. ઓબ્ઝર્વરશ્રીએ ઈલેક્ટ્રોનિક મીડિયા, ટીવી ચેનલ, કેબલ નેટવર્ક, પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે જરૂરી માર્ગદર્શન પુરું પાડીને વિશેષ સૂચનાઓ આપી હતી.

કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એસ.પી.જી. મુદલિયારે MCMC અને મીડિયા સેન્ટરની કામગીરી અંગે MCMC ના સભ્યશ્રીઓએ ઓબઝર્વરશ્રીને બારીકાઈથી વિગતો આપી હતી. તેમજ એમ.સી.એમ.સી.ની કાર્યવ્યવસ્થા, મેનપાવર, રિપોર્ટીંગ, પ્રેસ રીલીઝ, પ્રેસ કટીંગ્સ, તેમજ સમગ્ર એસ.સી.એમ.સી. સેન્ટરની કાર્યપદ્ધતિની અવગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અનુસંધાને ચૂંટણી ખર્ચને નિયંત્રણમાં રાખવા અને ખર્ચ અંગે મોનિટરીંગ કરવા કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એસ.પી.જી. મુદલિયારની 22 વિસનગર,23-બેચરાજી,24-કડી અને 25 મહેસાણા વિધાનસભા માટે નિમણુંક કરવામાં આવી છે.

ત્યારે મહેસાણા જિલ્લા સેવાસદન, ડિઝાસ્ટર કચેરી ખાતે MCMC અને મીડિયા સેન્ટર કાર્યરત છે.જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ માટે દેખરેખ સમિતીની રચના કરવામાં આવે છે.આ ઉપરાંત ખર્ચ નિરીક્ષકે પેઇડ ન્યુઝ તેમજ અન્ય સંબધિત વિગતો આપી વિવિધ સૂચનો કર્યા હતા આ ઉપરાંત કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી કેન્દ્રીય ચૂંટણી ખર્ચ ઓબ્ઝર્વરશ્રી એસ.પી.જી. મુદલિયાર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ખર્ચ ઓબ્ઝર્વશ્રીએ કામગીરીની સમિક્ષા કરી રજીસ્ટર નિભાવવા અંગે તથા દૈનિક ધોરણે મોકલવાના રીપોર્ટ અંગે વિગતવાર સમજુતી આપી સુયોગ્ય કામગીરી માટે ટીમને પ્રોત્સાહિત કરી હતી

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.