ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ઝીલિયા ગામે પોલીસ વાન પર હુમલા બાદ તંત્રએ કડક કાર્યવાહી કરી મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારીના ગૌચરની જમીન પર બનેલા ગેરકાયદેસર ‘ઝીલિયા ફાર્મહાઉસ’ પર બુલડોઝર ફેરવી દેવાની શરૂ આત થઈ ગઈ આ ડિમોલેશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પૂર્ણ કરવામાં રહી આ ઘટના થોડા સમય પૂર્વે પોલીસ વાન પર થયેલા હુમલાના પગલે બની,

જેમાં પોલીસે અત્યાર સુધીમાં 18 આરોપીઓને ઝડપી પાડ્યા આ હુમલા બાદ વહીવટી તંત્રએ કાયદો અને વ્યવસ્થાને પડકારનારા તત્વો સામે આક્રમક વલણ અપનાવ્યું તપાસમાં સામે આવ્યું કે ભાવેશ રબારીએ ચાણસ્મા પંથકમાં ગૌચરની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવીને ઝીલિયા ફાર્મહાઉસનું નિર્માણ કર્યું.

આ ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટે ચાણસ્મા વહીવટી વિભાગ દ્વારા આજે કામગીરી શરૂ કરી દેવામાં આવી ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં અનેક જેસીબી મશીનો દ્વારા.

ફાર્મહાઉસના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં ગુનેગારોના આર્થિક સામ્રાજ્ય અને ગેરકાયદેસર મિલકતો પર તંત્ર દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો લોખંડી બંદોબસ્ત યથાવત અને દબાણ હટાવવાની પ્રક્રિયા બે જેસીબી મશીન દ્વારા ગેટ અને દીવાલ તોડવાની કામગીરી ચાલુ.


