પ્રસ્તાવ 1 : બાંગ્લાદેશના હિંદુ સમાજ સાથે એકજુટતાથીસાથે ઊભા રહેવાનું આહ્વાન
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા બાંગ્લાદેશમાં હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો પર ઇસ્લામિક કટ્ટરપંથી તત્વો દ્વારા સતત સુનિયોજીત હિંસા, અન્યાય અને ઉત્પીડન અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરે છે. આ સ્પષ્ટપણે માનવ અધિકારોના હનનની ગંભીર બાબત છે.
બાંગ્લાદેશમાં વર્તમાન સત્તા પલટા દરમિયાન, મઠ-મંદિરો, દુર્ગા પૂજાના પંડાલો અને શૈક્ષણિક સંસ્થાઓ પર હુમલાઓ, મૂર્તિઓનો અનાદર, ક્રૂર હત્યાઓ, સંપત્તિની લૂંટ, મહિલાઓના અપહરણ અને અત્યાચાર, બળજબરીથી ધર્માંતરણ જેવી ઘણી ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે.આ ઘટનાઓને માત્ર રાજકીય ગણાવીને તેના ધાર્મિક પાસાને નકારવું એ સત્યથી મોઢુફેરવી લેવા જેવું છે, કારણ કે મોટાભાગના પીડિતો હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના છે.
બાંગ્લાદેશમાં ઈસ્લામિક કટ્ટરપંથી તત્વો દ્વારા હિંદુ સમુદાય, ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમુદાય પર ઉત્પીડનએ કોઈ નવી વાત નથી. બાંગ્લાદેશમાં હિંદુઓની સતત ઘટી રહેલી વસ્તી (1951માં 22 ટકાથી હાલમાં 7.95 ટકા) દર્શાવે છે કે તેઓ અસ્તિત્વના સંકટનો સામનો કરી રહ્યા છે. વિશેષરૂપે, છેલ્લા એક વર્ષમાં હિંસા અને ઘૃણાને રાજ્ય અને સંસ્થાકીય રીતે આપવામાં આવેલ સમર્થન ગંભીર ચિંતાનો વિષય છે. સાથે સાથે બાંગ્લાદેશ તરફથી આવી રહેલા સતત ભારત વિરોધી નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધોને ઊંડું નુકસાન પહોંચાડી શકે છે.
કેટલીક આંતરરાષ્ટ્રીય શક્તિઓ જાણીજોઈને ભારતના પડોશી પ્રદેશોમાં અવિશ્વાસ અને સંઘર્ષનું વાતાવરણ ઊભું કરી એક દેશને બીજા દેશ વિરુદ્ધ ઉભા કરીને અસ્થિરતા પેદા કરવાનોપ્રયાસ રહી છે.પ્રતિનિધિ સભા વિચારશીલ વર્ગો અને આંતરરાષ્ટ્રીય બાબતોનાનિષ્ણાતોને ભારત વિરોધી વાતાવરણ, પાકિસ્તાન અને ‘ડીપ સ્ટેટ’ની સક્રિયતા પર નજર રાખવા અને તેને ઉજાગર કરવા અનુરોધ કરે છે.
પ્રતિનિધિ સભાએ તથ્યને રેખાંકિત કરવા માંગે છે કે આ સમગ્ર પ્રદેશમાં એક સમાન સંસ્કૃતિ, ઇતિહાસ અને સામાજિક સંબંધો છે, જેના કારણે કોઈ એક જગ્યાએ થતી ઉથલપાથલ સમગ્ર પ્રદેશમાં તેનોપ્રભાવ ઉત્પન્ન કરે છે.પ્રતિનિધિ સભાનું માનવું છે કે તમામ જાગૃત લોકોએ ભારત અને પડોશી દેશોના આ સમાન વારસાને દ્રઢતા આપવાની દીશામાં પ્રયત્નો કરવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશના હિંદુ સમાજે આ અત્યાચારોનો શાંતિપૂર્ણ, સંગઠિત અને લોકતાંત્રિક રીતે સાહસપૂર્વક વિરોધ કર્યો છે. એ પણ પ્રશંસનીય છે કે ભારત અને વિશ્વભરના હિન્દુ સમાજે તેમને નૈતિક અને ભાવનાત્મક સમર્થન આપ્યું છે.ભારત અને શેષ વિશ્વનાઅનેક હિંદુ સંગઠનોએ આ હિંસા વિરુદ્ધ આંદોલન અને પ્રદર્શન કર્યા છે અને બાંગ્લાદેશી હિંદુઓની સુરક્ષા અને સન્માનની માંગ કરી છે. સાથે સાથે વિશ્વભરના અનેક નેતાઓએ પણ પોતાના સ્તરે આ મુદ્દો ઉઠાવ્યો છે.
ભારત સરકારે બાંગ્લાદેશના હિંદુ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે ઊભા રહેવાની અને અને તેમની સુરક્ષાની આવશ્યકતા અંગે પ્રતિબદ્ધતા દર્શાવી છે. તેમણે આ મુદ્દો બાંગ્લાદેશની વચગાળાની સરકાર સાથે તેમજ અનેક આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ઉઠાવ્યો છે.પ્રતિનિધિ સભા ભારત સરકારને બાંગ્લાદેશ સરકાર સાથે સતત સંવાદ જાળવવા અને બાંગ્લાદેશના હિંદુ સમુદાયની સલામતી, ગૌરવ અને સહજ સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે પ્રત્યેકસંભવ પ્રયાસ કરવા અનુરોધ કરે છે.
પ્રતિનિધિ સભાનો અભિપ્રાય છે કે સંયુક્ત રાષ્ટ્ર જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓઅને વૈશ્વિક સમાજે બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયો સાથે થઈ રહેલા અમાનવીય વર્તનનું ગંભીરતાથી સંજ્ઞાન લેવું જોઈએ અને બાંગ્લાદેશ સરકાર પર આ હિંસક પ્રવૃત્તિઓને રોકવા માટે દબાણ કરવું જોઈએ.પ્રતિનિધિ સભા હિન્દુ સમુદાય અને અન્યાન્ય દેશોના નેતાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને આહ્વાન કરે છે કે તેઓ બાંગ્લાદેશી હિન્દુ અને અન્ય લઘુમતી સમુદાયોના સમર્થનમાં એક થાય અને તેમનો અવાજ ઉઠાવે.
હિન્દુ સમાજ અનાદિ કાળથી જેનો ઉદ્દેશ્ય માનવ એકતા અને વિશ્વ કલ્યાણ છે એવી એક સુદીર્ઘ અને અવિસ્મરણીય યાત્રામાં સાધનારત છે. તેજસ્વી માતૃશક્તિની સાથે સંતો, ધર્મગુરુઓ અને મહાપુરુષોના આશીર્વાદ અને પ્રયત્નોને કારણે આપણું રાષ્ટ્ર અનેક ઉતાર-ચઢાવ આવવા છતાં સતત આગળ વધી રહ્યું છે.
રાષ્ટ્રીય જીવનમાં કાળક્રમે આવી ગયેલા અનેક દોષોને દૂર કરી ભારતને એક સંગઠિત, ચારિત્ર્યસંપન્ન અને સક્ષમ રાષ્ટ્ર તરીકે પરમ વૈભવ સુધી લઈ જવાના હેતુથી પરમ પૂજનીય ડૉ. કેશવ બલીરામ હેડગેવારે 1925માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યનો આરંભ કર્યો. સંઘ કાર્યનું બીજારોપણ કરતાડૉ. હેડગેવારે દૈનિક શાખાના રૂપમાં વ્યક્તિ નિર્માણની અનોખી પદ્ધતિ વિકસાવી જે આપણી શાશ્વત પરંપરાઓ અને મૂલ્યોના પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્ર નિર્માણ માટેની નિઃસ્વાર્થ તપસ્યા બની.ડૉ. હેડગેવારના જીવનકાળ દરમિયાન સંઘકાર્ય રાષ્ટ્રવ્યાપી બન્યું. દ્વિતીય સરસંઘચાલક પૂજનીય શ્રી ગુરુજી(માધવ સદાશિવ ગોલવલકર) ના દૂરંદેશી નેતૃત્વ હેઠળ, રાષ્ટ્ર જીવનના વિવિધ ક્ષેત્રોમાં શાશ્વત ચિંતનના પ્રકાશમાં કાળસુસંગત યુગાનુકુલ રચનાઓના નિર્માણની પ્રક્રિયાનોઆરંભ થયો.
સો વર્ષની આ યાત્રામાં સંઘે દૈનિક શાખા દ્વારા પ્રાપ્ત કરેલા મૂલ્યો દ્વારા સમાજનો અતૂટ વિશ્વાસ અને સ્નેહ પ્રાપ્ત કર્યો છે. આ કાલખંડમાં સંઘના સ્વયંસેવકોએ પ્રેમ અને આત્મીયતાના બળ પર માન-અપમાન અને રાગ-દ્વેષથી ઉપર ઊઠીને સૌને સાથે લઈ ચાલવાનો પ્રયાસ કર્યો. સંઘકાર્યની શતાબ્દીના અવસરે અમારું કર્તવ્ય છે કે જેમના આશીર્વાદ અને સમર્થન દરેક પરિસ્થિતિમાં અમારી શક્તિ બન્યા તે આદરણીય સંતો અને સમાજની સજ્જન શક્તિને, પોતાનું જીવન સમર્પિત કરનારા નિઃસ્વાર્થ કાર્યકરો અને મૌન સાધનામાં રત સ્વયંસેવક પરિવારોનું સ્મરણ કરીએ.
સૌહાર્દપૂણ વિશ્વ બનાવવા માટે ભારત પાસે પોતાની પ્રાચીન સંસ્કૃતિ અને સમૃદ્ધ પરંપરાઓને પરિણામે અનુભવથી પ્રાપ્ત જ્ઞાન ઉપલબ્ધ છે. આપણું ચિંતન ભેદભાવપૂર્ણ અને આત્મઘાતી પ્રવૃત્તિઓથી માનવને સુરક્ષિત રાખીને ચરાચર વિશ્વમાં એકત્વની ભાવના અને શાંતિ સુનિશ્ચિત કરે છે.
સંઘનું માનવું છે કે ધર્મના અધિષ્ઠાન ઉપર આત્મવિશ્વાસથી ભરપૂર સંગઠિત સામૂહિક જીવનના આધારે જ હિન્દુ સમાજ પોતાના વૈશ્વિક દાયિત્વોને પ્રભાવી રીતે નિભાવી શકશે. તેથી આપણું કર્તવ્ય છે કે આપણે સૌ સંકલ્પ કરીએ કે તમામ પ્રકારના મતભેદોને નકારતા સમરસતાયુક્ત આચરણ, ર્યાવરણને અનુકૂળ જીવનશૈલી પર આધારિત મૂલ્ય-લક્ષી પરિવાર સ્વ-બોધથી ઓતપ્રોત અને નાગરિક કર્તવ્યો પ્રત્યે પ્રતિબદ્ધ સમાજનું ચિત્ર નિર્માણ કરવા માટે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ. આના આધાર ઉપર આપણે સમાજના તમામ પ્રશ્નોનું સમાધાન, પડકારોને ઉત્તર આપતા ભૌતિક સમૃદ્ધિ તથા આધ્યાત્મિકતાથી પરિપૂર્ણ સમર્થ રાષ્ટ્રીય જીવન નિર્માણ કરી શકીશું.
અખિલ ભારતીય પ્રતિનિધિ સભા સજ્જન શક્તિના નેતૃત્વમાં સમગ્ર સમાજને સાથે લઈને વિશ્વ સમક્ષ ઉદાહરણરૂપ સમરસ અને સંગઠિત ભારત નિર્માણ કરવાનો સંકલ્પ કરે છે.