ભાવિષાબેન પટેલ જિલ્લા પંચાયતના બધા જ ઉમેદવારો કરતાં સૌથી વધુ ભણેલા માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની ડિગ્રી ધરાવે છે.
ગરવી તાકાત, મહેસાણા તા. 04- મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ માટેના ઉમેદવારોની પસંદગી ચાલી રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખની સીટ સામાન્ય મહિલા છે. તેથી જિલ્લા પંચાયત મહેસાણામાં ચૂંટાયેલા ચાર જેટલા મહિલા ઉમેદવારો પ્રમુખ થવા માટેની ઉમેદવારી નોંધાવી છે તે પૈકી 38 જિલ્લા પંચાયતના સદસ્ય ભાવિષાબેન પી. પટેલ પણ ઉમેદવાર છે. ભાવિષાબેન પટેલ જિલ્લા પંચાયતના બધા જ ઉમેદવારો કરતાં સૌથી વધુ ભણેલા અને અનુભવી તેમજ પંદર વર્ષ કરતાં વધુ સમયથી પ્રોફેસર તરીકે ખેરવા એન્જિનિયરિંગ કોલેજમાં નોકરી કરે છે. તેઓ માસ્ટર ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની ડિગ્રી ધરાવે છે. તથા તેમનું પારિવારિક બેકગ્રાઉન્ડ પણ રાજકીય રીતે ખૂબ જ મજબૂત છે. કારણ કે તેઓ મહેસાણા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કેશુભાઈ સુંઢિયાના ભાઈ ચંદ્રકાંતભાઈની પુત્રવધુ છે.

તેથી કેટલાક હિત શત્રુઓ આ સક્ષમબેન પ્રમુખ ના બને તોજ જિલ્લાનો વહીવટ મન ફાવે તેમ કરી શકાય. આવા મનસુબાથી તેના આવવા ઉપર રોક લગાવવા સારું જાત જાતની તરકીબો અજમાવી રહ્યા છે. અને ભૂતકાળમાં જિલ્લા પંચાયતમાં એક ડ્રોન કંપનીએ મચ્છર નિયંત્રણની કામગીરી કરેલી તે કંપનીમાં ભાવિષાબેનના પતિ ડાયરેક્ટર હોવાથી આ કંપની જિલ્લા પંચાયતની કામગીરી કરી શકે નહીં. તેવો વાંધો લઈ એક રાજકીય રોડું ગબડાવી રહ્યા છે. એન કેન પ્રકારે ભાવિષાબેન પ્રમુખ ના બને તેવી યોજનાઓ બનાવી રહ્યા છે. જિલ્લા પંચાયતના કોંગ્રેસના એક સભ્યએ અગાઉ આ બાબતની વાધા અરજી આપેલી અને તેની તપાસ પણ થઈ ગયેલ છે. જિલ્લા વિકાસ અધિકારીએ ઊંડી તપાસ કરી રિપોર્ટ તૈયાર કરેલ છે .
તેમાં ભાવિષાબેન અને તેમના પતિ પ્રદીપભાઈને ક્લીન ચીટ આપવામાં આવેલી છે. આ કામની હકીકત એવી છે કે જ્યારે કોરોના ફાટી નીકળ્યો તે વખતે મચ્છર નિયંત્રણ કરવા સારું જેમ પોર્ટલ ઉપર ટેન્ડરો બહાર પાડવામાં આવેલા જેમ પોર્ટલ ઉપર આ ટેન્ડર મુકેલા પરંતુ જ્યારે પહેલી વખત ટેન્ડર બહાર પડ્યું તે વખતે બે જ કંપનીઓ એ ભાવ ભરેલા તેમાંથી એક રાજકોટની કંપની ડિફોલ્ટર થયેલી જેના કારણે એક જ કંપની બચેલી તેથી ટેન્ડર ના નિયમ પ્રમાણે પેહેલું ટેન્ડર રદ કરી બીજી વાર જેમ પોર્ટલ ઉપર ટેન્ડર બહાર પાડેલું તેમાં ત્રણ કંપનીઓએ પોતાના ભાવ ભરેલા એમાંથી પ્રાઈમ યુ એ વી કંપની ફર્સ્ટ લોએસ્ટ આવેલી ,જેમાં ભવિષાબેનના પતિ પ્રદીપભાઈ ડાયરેક્ટર છે .જેના આધારે જિલ્લા પંચાયતે તેમની કંપનીને આ કામગીરી સોંપેલી. કામગીરી ખૂબ જ સારી થયેલ છે એના તમામ ડે ટુ ડે ના રિપોર્ટ આરોગ્ય શાખામાં જમા પડેલા છે .
કામગીરી અંગે કોઈ ફરિયાદ નથી પરંતુ ભવિષાબેન ના પતિ કંપનીના ડાયરેક્ટર હોવાથી આ કામ આ કંપનીએ લાગવગના આધારે કામ મેળવેલ છે. તેમજ જિલ્લા પંચાયત સદસ્યની વગ નો ઉપયોગ થયેલ છે. એવા બનાવટી આક્ષેપો કરી ભાવિષાને જિલ્લા પ્રમુખ ન બનવા માટેની પહેરવી કરી રહ્યા છે. પરંતુ તારીખ 5 -5 -23 ના રોજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી નો રિપોર્ટ આવી ગયેલ છે. તેમાં ભાવિષાબેન તથા તેમના પતિ સપ્રદીપભાઈ ને ક્લીન ચીટ આપેલ છે અને પંચાયત ધારાની કલમ 30 (જ) મુજબ તેઓએ કોઈ ગંભીર પ્રકાર નો ગુનો કરેલ નથી તે પ્રમાણે નો અહેવાલ કમિશનરને ભલામણ કરેલ છે આ બાબત બધા લોકો જાણે છે અને ઓન રેકોર્ડ પણ છે છતાં પણ કેટલાક હિતચિંતકો આંખ આડા કાન કરી ભાવિષાબેન પ્રમુખ ના બને અને તેમના મેરીટ ને નુકસાન થાયતે રીતે જુદા જુદા પ્રકારે તેમના મેરીટ ને નુકસાન થાય તે રીતે પ્રવૃત્તિઓ કરી રહેલ છે .પરંતુ સાચી હકીકત થી કોઈ વાકેફ નથી. મેરીટ હોશિયારી અને રાજકીય પીઠબળના કારણે ભાવિષાબેન ના જિલ્લા પંચાયતના પ્રમુખ થવા માટેના સંજોગો ખૂબ જ ઉજળા છે.


