SAP-AMULના સહયોગથી Pratham Infotech Foundation દ્વારા ચાલતા કોડ ઉન્નતિ પ્રોજેક્ટ હેઠળ કાર્યક્રમ યોજાયો
ગરવી તાકાત, મહેસાણા, તા. 10 – બોરીયાવી પ્રાથમિક શાળામાં SAP-AMUL ના સહયોગથી Pratham Infotech Foundation દ્વારા ચાલતા કોડ ઉન્નતિ પ્રોજેક્ટ હેઠળ 9 ફેબ્રુઆરી -2023 ના રોજ Digital Mela અને English Fest-2023 નું આયોજન કરવામાં આવ્યું હતું. 
જેમાં A Child is not only a learner but also a teacher અભિગમ ને સાકાર કરવા બાળકો દ્વારા કોમ્પ્યુટર અને ઈંગ્લિશ શિક્ષણને રસપ્રદ બનાવતા વિવિધતા સભર મોડલ નું નિર્માણ કરી પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. શાળાના બાળકો,ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો ને બાળકો દ્વારા તમામ પ્રદર્શનની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આમંત્રિત મહેમાન શ્રી અશ્વિનભાઈ ચૌધરી – દૂધ સાગર ડેરી મેનેજર (દૂધ પ્રાપ્તિ, તકેદારી અને પ્રોજેક્ટ્સ) તથા અન્ય તમામ મહેમાનો દ્વારા પ્રદર્શનમાં ભાગ લીધો હતો. બાળકો, માર્ગદર્શક રીધમભાઈ સોલંકી અને નિમીષાબેન ચૌધરી તથા બોરીયાવી પ્રાથમિક શાળા પરિવારના કાર્યને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.


