ટ્વીટર દ્વારા ઉપ રાષ્ટ્રપતી વૈંકેયા નાયડુના પ્રાઈવેટ એકાઉન્ટ પરથી બ્લુ ટીક માર્ક હટાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. બાદમાં મામલાએ જોર પકડતા ટ્વીટરે ફરિવાર એકાઉન્ટને વેરાફાઈડ કરી બ્લુ ટીક માર્ક આપ્યુ છે.
ટ્વીટરે પોતાના પક્ષમાં દલીલ આપતા જણાવ્યુ હતુ કે, લાંબા સમયથી આ એકાઉન્ટ લોગઈન નહોતુ થયુ માટે તેઓએ આ પગલુ ભરવુ પડ્યુ હતુ. આ મામલે સુચના અને પ્રસારણ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી હતી. આ અગાઉ પણ કેન્દ્ર સરકાર અને ટ્વીટર વચ્ચે ટકરાવની પરિસ્થિતીનુ નિર્માણ થયુ હતુ. જેમાં નવા આઈટી એક્ટ અને સંબીત પાત્રાના મેનીપ્યુલેટેડ ટ્વીટ બાબતે સરકાર અને ટ્વીટર આમને સામને આવી ગયા હતા.
વેંકૈયા નાયડુના ટ્વિટર એકાઉન્ટમાંથી બ્લુટીક માર્ક હટાવી નાખ્યુ હતુ. જેમાં તેઓએ દલીલ કરી હતી. કે તેમનુ એકાઉન્ટ છેલ્લા 6 મહિનાથી મૃૃત હાલતમાં હતુસ, લોગઈન જ નહોતુ થયુ. પંરતુ ટ્વીટરની આ દલિલ ગળે ઉતરે તેમ નથી કારણ કે, અનેક એકાઉન્ટ એવા છે જેઓના મોત થયા બાદ પણ બ્લુક ટીક માર્ક હટાવવામાં નથી આવ્યા જેમા, અરૂણ જેટલી, સુસ્મા સ્વરાજના એકાઉન્ટ પરથી બ્લુ ટીક માર્ક હટાવાયુ નથી.