ગાંધીનગર મહાનગરપાલીકામાં ભાજપનો ભવ્ય વિજય, આપનુ ખાતુ ખોલ્યુ !

October 5, 2021

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે.  જેમાં ભાજપને 41, કોંગ્રેસને 2 તથા આપને 1 શીટ મળી છે.  ભાજપ બહુમતી સાથે જીતી ગઈ છે અને કોંગ્રેસને ફરી હાર મળી છે. તો એવું લાગી રહ્યું હતું કે, ગાંધીનગરમાં આમ આદમી પાર્ટી કોઈ કમાલ કરશે પણ આમ આદમીએ કોઈ કમાલ ન કરી અને કમળે ગાંધીનગર મહાનગરની પાલિકાની સત્તા કબજે કરી છે. ગાંધીનગરમાં માત્ર આપ ખાતું ખોલાવી શકી છે. ગાંધીનગરના વોર્ડ નંબર ૬માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તુષાર પરીખની જીત થઇ છે.

આ પણ વાંચો – પાટીલના નિવેદન પર માલધારી સમાજ વિફર્યો – કહ્યુ, પાટીલ માફી માંગે અને ગૌચર જમીન ઉધોગપતીઓને આપવાનુ બંધ કરવામાં આવે !

તુષાર પરીખે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, દરેકે દરેક વોર્ડની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓએ ખૂબ જ મહેનત કરી છે પણ ધાર્યું પરિણામ મળ્યું નથી. પણ અમે લોકો એજ જુસ્સાથી આગળ વધતા રહીશું. અમે જે પરિણામ ધાર્યું હતું તે પરિણામ મેળવવા માટે લડતા રહીશું. અમે જનતાના માટે અવાજ ઉઠાવતા રહીશું. અમે છમ્ઝ્રડ્ઢ રમવા નથી આવ્યા અને જે જગ્યા પર ત્રિપાંખીયો જંગ હોય તેવા વોટનું ડીવીઝન થાય તેમાં પરિણામ ન મળે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0