લો બોલો ઊંજામાં ભાજપના પોસ્ટરો,વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરતા મોટા ફોટા વાળા બનાવ્યા,

October 18, 2022

— ઊંઝામાં  ભાજપના પોસ્ટરોમાં મહેન્દ્ર પટેલને ચમકવાનો ગજબનો શોખ : વડા પ્રધાન મોદી કરતાં મોટા ફોટા બનાવાયા 

— પોસ્ટરોમાં ચમકવાનો એમ.એસ.પટેલને ગજબનો શોખ, :

— ધારાસભ્ય બન્યા નથી ત્યાં પોસ્ટરોમાં છવાઈ જવાની ઘેલછા :

— મહેન્દ્ર પટેલ ભાજપા ગુજરાત પ્રદેશના ઉપ પ્રમુખ હોવા ઉપરાંત ઓબીસી મોરચાના પ્રભારી :

— ભાજપમાં ઘમાસાણ મચ્યું :

ગરવી તાકાત મહેસાણા : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ દ્વારા ગૌરવ યાત્રા શરૂ કરવામાં આવી છે અને ઠેર ઠેર યાત્રાઓ યોજાઈ રહી છે. ભરોસાની ભાજપ સરકારના સ્લોગન હેઠળ હાલ ઉત્તર ગુજરાતમાં ગૌરવ યાત્રા ફરી રહી છે ત્યારે ઊંઝામાં લગાવવામા આવેલા પોસ્ટર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પોસ્ટરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટિલ કરતાં મહેન્દ્ર પટેલે પોતાનો ફોટો સૌથી મોટો રાખ્યો છે અને પોસ્ટરોમાં છવાઈ જવાની તેમની ઘેલછા રોકી શક્યા નથી.

ઊંઝા તાલુકામાં જ નહી પણ સમગ્ર મહેસાણા જિલ્લામાં આ પોસ્ટરોને લઈ ભાજપમાં ઘમાસાણ મચ્યું છે. મહેન્દ્ર પટેલ ભાજપા ગુજરાતના ઉપ પ્રમુખ હોવા ઉપરાંત ઓબીસી મોરચાના પ્રભારી છે અને ઊંઝા બેઠકની ટિકીટ માટેના દાવેદાર માનવામાં આવી રહ્યા છે. જાે કે, હજુ તો ટિકીટ મળી નથી ત્યાં તેઓ વડા પ્રધાનથી મોટ થઈ ગયા હોય તેવા મોટા ફોટો મૂકતાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. 

ઊંઝા વિધાનસભા બેઠક ઉપર ભાજપની ગૌરવ યાત્રાનું સ્વાગત કરતાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે અને જેમાં આશ્ચર્ય ઉપજે તેમ મહેન્દ્ર પટેલના મોટા-મોટા ફોટા ભાજપમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. પોસ્ટરોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીન ફોટા મોટા હોવા જાેઈએ પણ તેના બદલે તદ્દન વિપરીત પોસ્ટરોમાં મહેન્દ્ર પટેલનો સૌથી મોટો ફોટો મૂકાયો છે અને તેની સામે વડા પ્રધાનથી લઈ અન્ય નેતાઓના ફોટા નાના જાેવા મળી રહ્યા છે. ઊંઝામાં મહેન્દ્ર પટેલ દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોને લઈ ભાજપમાં ઘમાસાણ મચ્યું છે અને પ્રસિદ્વ થવાની લ્હાયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ઢાંકી દેવામાં આવ્યા છે. ઊંઝા વિધાનસભા બેઠક ઉપર મહેન્દ્ર પટેલનું ટિકીટ માટે નામ ચર્ચાઈ રહ્યું છે ત્યારે પોતાને ટિકીટ મળે તે માટે પોસ્ટરોમાં મોટા ફોટા મૂકીને ભાજપનું ધ્યાન ખેંચવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

હજુ તો ધારાસભ્ય બન્યા નથી ત્યાં મહેન્દ્ર પટેલને પ્રસિદ્વિનો ચસ્કો લાગ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. લોકોમાં ચર્ચાઈ પણ રહ્યું છે કે, ધારાસભ્ય બની જશે તો શું જનતાની વાચાને ન્યાય આપી શક્શે કે કેમ તેના ઉપર સવાલો ઊઠી રહ્યા છે. હજુ તો ભાજપમાં ટિકીટને લઈ સસ્પેન્સ જાેવા મળી રહ્યું છે ત્યારે મહેન્દ્ર પટેલ પાણી પહેલાં પાળ બાંધી રહ્યા છે અને પોસ્ટરોમાં છવાઈ જવાની ઘેલછા રાખી રહ્યા છે. વડા પ્રધાનથી લઈ અમિત શાહ, જે.પી.નડ્ડા, ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટિલના ફોટા નાના કરી દેવામાં આવ્યા બાદ પોતાનો ફોટો મોટો મૂકીને મહેન્દ્ર પટેલે સ્થાનિક ભાજપના નેતાઓની નારાજગી પણ વ્હોરી છે. ઊંઝામા આ પોસ્ટરો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0