જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરની આગેવાનીમાં ભાજપી અગ્રણીઓએ સ્થાપના દિન ઉજવ્યોં 

શેર કરવા અહીં ક્લિક કરો.

મહેસાણાના ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે કેક કાપી 44મો સ્થાપના દિન મનાવ્યોં  

પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, ધારાસભ્ય મુકેશભાઇ પટેલ, મયંક નાયક, પૂર્વ ધારાસભ્ય નારણ કાકા, પૂર્વ પ્રમુખ કેશુભાઇ પટેલ, અંબાલાલ પટેલ, શૈલેષ પટેલ, ભગાજી ઠાકોર, વર્ષાબેન પટેલ સહિત હાજર રહ્યા  

ગરવી તાકાત, મહેસાણા તા. 06 – વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી વધુને વધુ પોતાના મૂળિયા મજબૂત કરી રહી છે. ભાજપનું સંગઠન પાયાના કાર્યકરોથી લઇ ઉચ્ચ કક્ષાના આગેવાનો સુધી એકજૂથ અને મજબૂતી સાથે આગળ વધી રહ્યું છે. આજે ભારતીય જનતા પાર્ટી જે રાજ્યોમાં ભાજપનું અસ્તિત્વ પણ ન હતું ત્યાં પણ પોતાનો પગદંડો જમાવી તમામ રાજકિય પાર્ટીઓને હંફાવી દીધી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના 44માં સ્થાપના દિને સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

કમલમ કાર્યાલય ખાતે અનેક આગેવાનોને કાર્યકર્તાઓ વચ્ચે ગીરીશ રાજગોરે કેક કાપી સૌનું મોં મીઠું કરાવી કેક કાપી 44માં સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ગીરીશ રાજગોરે જણાવ્યું હતું કે આપણે સૌ કાર્યકર્તાઓએ એક ટીમવર્ક તરીકે કામ કરી પાર્ટીને મજબૂત કરવાની છે અને આગામી સમયમાં વિપક્ષમાં કોઈપણ પાર્ટી હોય તેની આવનારી ચૂંટણીમાં ડિપોઝિટિ જપ્ત થાય તે પ્રકારની બૂથ લેવલની કામગીરી કરી પાર્ટીને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું.

આજના આ સ્થાપના દિન નિમિત્તે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ મયંક નાયકની ઉપસ્થિતિમાં પ્રથમવાર જિલ્લામાં રહેતા જનસંઘ વખતથી કામ કરતા આગેવાન અને કાર્યકર્તાઓનું સોમનાથદાદાની તસ્વીર, ખેસ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આજના સ્થાપના દિન પ્રસંગે ઊંઝાથી નારણ કાકા, પૂર્વ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અંબાલાલભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલ અને ભગાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સાથે જિલ્લાના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.