પાલનપુર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અનિકેતભાઈ ઠાકરે ઉમેદવારી નોંધાવી

November 17, 2022

— મોટી સંખ્યામાં સમર્થકો સાથે આવી સરકારી ગોગાના દર્શન કરી ઉમેદવારી પત્ર રજૂ કર્યું :

ગરવી તાકાત પાલનપુર :  પાલનપુર વિધાનસભા ચૂંટણીમાં હવે ખરાખરીનો જંગ જામે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ભાજપ દ્વારા નવા ચહેરા તરીકે અનિકેતભાઇ ઠાકરને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે આજે ભાજપના ઉમેદવાર અનિકેત ભાઈ ઠાકર દ્વારા પાલનપુર મામલતદાર કચેરી ખાતે પોતાના સમર્થકો સાથે પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
દરમિયાન ભાજપના ઉમેદવાર અનિકેતભાઈ ઠાકર સમર્થકો સાથે આવી પહોંચ્યા હતા. અને મહેશ પટેલ તેમજ અનિકેત ઠાકર એકબીજાને ગળે મળી શુભેચ્છા પાઠવી હતી. ત્યારબાદ મામલતદાર કચેરીમાં આવેલ ગોગા મહારાજના મંદિરે દર્શન કરી ફુલહાર ચડાવી ત્યારબાદ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું
તસવિર અને અહેવાલ : પ્રહલાદ મીણા – પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0