પીલાજી ગંજના સીસીટીવી કૂટેજમાં હુમલો કરનાર શખ્સનો બાઇક નંબર મળી આવ્યોં
હુમલો કરનાર શખ્સ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે બાઇક નંબરના આધારે તપાસ હાથ ધરી
Sohan Thakor- મહેસાણા તા. 20- મહેસાણા તોરવાળી ચોક નજીક પીલાજી ગંજ બજારમાંથી પસાર થતાં એક મહિલા ઉપર હાથમાં ધારિયા જેવા હથિયાર સાથે બાઇક પર આવેલા અજાણ્યા ઇસમે મહિલા પર એકાએક હુમલો કરતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે જીવલેણ હુમલો કરી બાઇક ચાલક ઇસમ ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. જ્યારે આ બાબત સીસીટીવી કુટેજમાં તપાસ કરતાં જીજેરડી-૯૨,, નંબરના બાઇક પર શખ્સ આવ્યો હોવાનો ખુલાસો થતાં હુમલાનો ભોગ બનનાર મહિલાના પતિએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી હુમલો કરનાર શખ્સની તપાસ હાથ ધરી છે. અસામાજિક તત્વોના આ આંતકને પગલે મહિલાઓની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

ગત તા. ૧૪-૦૬-૨૦૨૩ના બુધવારે બપોરે ૧૨ કલાકની આસપાસ પીલાજી ગંજમાં દિપ જયોતી લેડીઝ ટેલરના ત્યાં મહેતા સુનિતાબેન પ્રવિણકુમાર કપડા સીવડાવવા ગયા હતા. ત્યાથી પરત ફરતા એક અજાણ્યા બાઇક સવાર આવી પહોચ્યો હતો તેને બાઇક ઉપર ધારદાર હથિયાર ધારિયા દાતરડાં જેવા હથિયાર વડે મહેતા સુનિતાબેન પર હુમલો કરી બાઇક ઉપર ફરાર થઇ ગયો હતો. આ ઘટનાને પગલે ભારે હોબાળો મચી જતાં આસપાસ લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. જ્યારે બાઇક ચાલક હુમલો કરીને ફરાર થઇ ગયો હતો. આ હુમલાથી મહેતા સુનિતાબેન લોહીલુહાણ હાલતમાં તેઓને મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા.
જ્યારે આ હુમલાની ઘટના અંગે ટેલરે જણાવ્યું હતું કે, બાઇક નંબર જીજેરડી-૯૨… હતો. મહિલા ઉપર કરવામાં આવેલી આ ઘટનાને પગલે ભોગ બનનાર મહિલાના પતિ પી.ડી. મહેતા દ્વારા એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતાં મહેસાણા એ ડિવિઝન પોલીસે બાઇક નંબરના આધારે બાઇક ચાલક શખ્સની શોધખોળ કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આવા આસામાજિક તત્વોને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દેવા જાેઇએ જેથી રસ્તા પરથી પસાર થતી મહિલાઓનો જીવ જાેખમમાં મુકાવાની નોબત ન આવે.


