નરેશ પટેલને લઈ સૌથી મોટા સમાચાર : રાજકારણમાં નહીં જોડાય ખોડલધામના ચેરમેન

June 14, 2022

ગરવી તાકાત રાજકોટ : છેલ્લા કેટલાય સમયથી રાજકારણમાં જોડાવાને લઇને જેમની ચર્ચા ચાલી રહી હતી તેવા ખોડલધામના નરેશ પટેલને લઇને એક મહત્વના સમાચાર એ સામે આવ્યા છે કે નરેશ પટેલ રાજકારણમાં નહીં જોડાય. રાજકોટમાં નરેશ પટેલ અને ખોડધામના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. ત્યારે નરેશ પટેલ ગુરૂવારે પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે. નરેશ પટેલે રાજકારણમાં નહીં જોડાવાનો નિર્ણય પાટીદાર આગેવાન અને ખોડધામના ટ્રસ્ટીઓ સાથેની બેઠક બાદ લીધો હોવાનું મનાય રહ્યું છે

આ અંગે ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ જણાવ્યું કે નરેશ પટેલ વડિલોના મતને ધ્યાનમાં રાખીને રાજનીતિમાં નહીં જોડાય. ઉલ્લેખનીય છે કે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે રાજકારણમાં જોડાવા અંગે એક સર્વે કરાવ્યો હતો. ત્યારે પણ વડિલોએ તેમને રાજકારણમાં ન જોડાવાનું કહ્યું હતું. જોકે યુવાનોનો મત અલગ હતો. યુવાનો ઇચ્છે કે ખોડલધામના ચેરમને નરેશ પટેલ રાજકારણમાં જોડાય. જોકે અંતિમ નિર્ણય નરેશ પટેલ લેશે અને તેની જાહેરાત ગુરૂવારે થઇ શકે છે.

— રાજ્યસભા સાંસદે નરેશ પટેલને રાજકારણમાં ના જોડાવવાની આપી હતી સલાહ :

રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ નરેશ પટેલ પર મોટુ નિવેદન આપ્યુ હતું. તેઓએ કહ્યુ કે કોઈપણ પાર્ટીમાં નરેશ પટેલે ન જોડાવવુ જોઈએ. તેઓ મોટા બિઝનેસમેન અને સામાજિક આગેવાન છે.પોતાની ઈચ્છા મુજબ કોઈપણ પાર્ટીમાં જોડાય તો જાય તો તે તેમની ઈચ્છાની વાત છે

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0