પાલનપુરના મીઠીવાવ વિસ્તારમાં વરસાદી ઝાપટાથી ખોદેલા ગેસ લાઇનના ખાડાઓના કારણે મોટા ભુવા

June 13, 2022

— ભૂગર્ભના ચેમ્બર ભરાઈ જતાં વહેલી સવારથી મુખ્ય માર્ગો પર પાણીની રેલમછેલ :

ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના મીઠીવાવ વિસ્તારના પ્રજાપતિ વિસ્તારમાં ગત રાત્રિએ પડેલા વરસાદી ઝાપટાથી ખોદેલા ગેસ લાઇન ખાડાઓના કારણે મોટા ભુવા પડી ગયા હતા.
પાલનપુર શહેરના મીઠીવાવ વિસ્તારના પ્રજાપતિ વિસ્તારમાં ગત રાત્રિએ પડેલા વરસાદી ઝાપટાથી ખોદેલા ગેસ લાઇનના ખાડાઓના કારણે મોટા ભુવા પડી જવા પામ્યા હતા. ગત રાત્રિએ ગાયો પણ અંદર પડી જવાના બનાવો બન્યા હતા. જ્યારે શેરીમાં જવાના મુખ્ય માર્ગ પર ગેસ લાઇનમાં ખોદેલા ખાડા ના કારણે પાણી ભરાતા મોટા ભુવા પડી જતા અંદર બહાર જવાનો રસ્તો બંધ થઇ જવા પામ્યો છે.
ત્યારે મીઠી વાવના મુખ્ય માર્ગ પર આવેલ બે ભૂગર્ભના ચેમ્બર ભરાઈ જતાં વહેલી સવારથી આ વિસ્તારના મુખ્ય માર્ગો પાણીથી નદીની જેમ ઉભરાયા હતા. સેનિટેશન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ચેમ્બર ખોલી સફાઈ કરતા પાણી તો નીકળી જવા પામ્યું હતું.
પરંતુ ગેસ કનેકશનના ખોદેલા ખાડા ઓ ના કારણે મોટા ભુવા સર્જાયા હતા. જે અત્યારે પણ પ્રજા માટે જોખમી બન્યા છે ગેસ કનેકશનના ખાડાઓ ખોદવામાં પછી એક સપ્તાહથી પરત આવ્યા નથી જેના કારણે પ્રથમ વરસાદના ઝાપટા એ જ આ પરિસ્થિતિનું નિર્માણ કરી છે. જ્યારે પીવાના પાણીની પાઈપ લાઈન પણ ગેસ કનેક્શન નાખવા માટે ખોદાયેલા ખાડા ને કારણે પીવાના પાણીની પાઇપ તૂટી જતાં ગટરનું અને પીવાનું પાણી મિક્સ થવા પામી છે જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત થી પણ લોકો ભયભીત બન્યા છે.
પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક અસરથી આ ટુ કીપ ગેસ કનેક્શન વાળા પાસે તાત્કાલિક રીપેર કરાવે અને ગટરના ગંદા પાણી થતા અટકાવે છે પરંતુ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક અસરથી પડે લાવો બંધ કરાવે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠવા પામી છે.
તસવિર અને અહેવાલ : જયંતિ મેટિયા– પાલનપુર
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0