મૃતકો તમામ 30 વર્ષની નીચેના યુવાનો છે. ત્યારે વ્હાલસોયા દીકરાઓના મોતથી પરિવારોમાં હચમચાદી દે તેવું હૈયાફાટ રુદન કરતાં જોવા મળ્યાં હતા
બનાવની જાણ થતાં દહેગામ ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ભારે જહેમત બાદ આઠ વ્યક્તિની લાશ બહાર કાઢવામાં આવી હતી
ગરવી તાકાત, દહેગામ તા. 14 – રાજ્યમાં ગણેશ વિસર્જનનો સમય ચાલી રહ્યો છે, જેના કારણે નદી-તળાવોમાં ડૂબવાની ઘટનાઓ સામે આવતી હોય છે. પાટણમાં બુધવારે મોટી દુર્ઘટના ઘટી હતી, હવે ગાંધીનગરમાં ગણેશ વિસર્જન વખતે મોટી દુર્ઘટના ઘટી છે. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 10 લોકો ડૂબ્યાની ઘટના પ્રકાશમાં આવ્યા છે. સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. 8 લોકોના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી સામે આવી છે. હાલ ઘટના સ્થળ ઉપર મામલતદાર ટીડીઓ તેમજ ધારાસભ્ય હાજર છે.
દહેગામના વાસણા સોગઢી ગામ પાસે ગણેશ વિસર્જન દરમિયાન 8 યુવાનો મામલે મોટા અપડેટ મળી રહ્યા છે. મેશ્વો નદીમાં જે યુવાનો ડૂબ્યા છે, તેમના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. આઠે આઠ યુવાનો એક જ ગામના એક જ ફળિયાના હોવાનું સામે આવ્યું છે. હજુ પણ નદીમા સર્ચ ઓપરેશન ચાલુ છે. જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું છે. વધુ લોકો ડૂબ્યા છે કે નહીં તેની તપાસ કરવા એનડીઆરએફની મદદ લેવાઈ છે. એનડીઆરએફના તરવૈયાઓ નદીમાં પડ્યા છે.
ગણેશ વિસર્જન સમયે 8 યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા. મેશ્વો નદીમાં ડૂબેલા 8 લોકોની આજે અંતિમયાત્રા નીકળશે. ત્યારે આખા સોગઠી ગામમાં ગમગીની છવાઈ છે. મૃતકો તમામ 30 વર્ષની નીચેના યુવાનો છે. ત્યારે વ્હાલસોયા દીકરાઓના મોતથી પરિવારોમાં હચમચાદી દે તેવું હૈયાફાટ રુદન જોવા મળ્યુ.
દહેગામ દુર્ઘટનામાં ચૌહાણ પરિવારે બે વ્હાલસોયા દીકરા ગુમાવ્યા, પિતા પર આભ તૂટી પડ્યું
સોગઠી ગામે ડૂબી જવાથી બે સગા ભાઈઓના કરુણ મોત નિપજ્યા છે. જેને કારણે પિતા દલપતસિંહ ચૌહાણના પરિવાર પર આ ફાટ્યું છે. તેમને આ દુર્ઘટનામાં તેમના બંને પુત્રો ગુમાવ્યા છે. ધર્મેન્દ્રસિંહ અને પૃથ્વીસિંહ બંને સગા ભાઈઓ ગઈકાલે ‘નદીએ જઈને આવું છું…’ કહીને નીકળ્યા હતા, પરંતું હવે ક્યારેય પાછા નહીં આવે. હાલ તેમના ઘર પાસે બંનેના મૃતદેહ અને નનામી તૈયાર કરવામાં આવી રહી છે. અંતિમ સંસ્કારની તૈયારીઓ થઈ રહી છે અને પિતા દલપતસિંહનું હૈયાફાટ રુદન કોઈપણ કાઠા હૃદયના વ્યક્તિને હચમચાવી નાંખે તેવું છે. તેમણે પૃથ્વી અને ધર્મેન્દ્રસિંહ બંને દીકરાઓને એકસાથે ગુમાવ્યા.
પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી
તમને જણાવી દઈએ કે, બુધવારે પાટણમાં પણ મોટી દુર્ઘટના ઘટી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી.