200 બેડની સ્પોર્ટસ હોસ્ટેલ તથા 100 બોયઝ અને 100 ગર્લ્સનો સમાવેશ થાય તેવી અદ્યતન સુવિધા મળશે
આ કામ માટે 1382.44 લાખ રૂપિયાની તાંત્રિક મંજુરી મળેલ છે. જેમાં ટેન્ડરની રકમ 13,72,80.693 રૂપિયા છે
ગરવી તાકાત, વડનગર તા. 06 – વડનગર ખાતે મહેસાણા લોકસભાના સાંસદ શારદાબેન પટેલના અધ્યક્ષ સ્થાને 200 બેડની સ્પોર્ટસ હોસ્ટેલ તથા 100 100 ગર્લ્સ તથા 100 બોયઝનો સમાવેશ થઇ શકે તેવી સુવિધાસભર રમત સંકુલની ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સંસદ શારદાબેન પટેલની ઉપસ્થિતિમાં રમત સંકુલ,ગર્વમેન્ટ સાયન્સ કોલેજની બાજુમાં,જવાહર નવોદય વિઘાલય રોડ મહેસાણા ખાતે ભૂમિપૂજન સંપન્ન કરવામાં આવ્યું હતું. 
આ કામ માટે 1382.44 લાખ રૂપિયાની તાંત્રિક મંજુરી મળેલ છે. જેમાં ટેન્ડરની રકમ 13,72,80.693 રૂપિયા છે. 11 મહિનાની સમય મર્યાદામાં 200 બેડની ક્ષમતા (100 બોયઝ અને 100 ગર્લ્સ). કોચ ઓફિસ, રેકટર ક્વાટર્સ, વીઝીટર રૂમ, સુઇટ રૂમ, સ્પેશિયલ રૂમ, રિક્રિયેશન રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, કિચન,ડાયનીંગ રૂમ, પેન્ટ્રી,સ્ટોર રૂમ,વોશ રૂમ, ચેન્જ રૂમ તથા ટોઇલેટ બ્લોક (બોયઝ અને ગર્લ્સ) નિર્માણ પામનાર છે. આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાભાઇ મોદી, જિલ્લા કલેકટર એમ નાગરાજન, ધારાસભ્ય કીરીટભાઇ પટેલ સહિતના અધિકારીઓ તેમજ વડનગર શહેર અને તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


