ભિલોડા તાલુકા કોંગ્રેસે ખોટા આદિવાસી પ્રમાણપત્રો સામે મામલતદારને આવેદનપત્ર આપ્યું…

May 29, 2026

ગરવી તાકાત અરવલ્લી : ગુજરાતમાં ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપીને સાચા હકદાર આદિવાસીઓના બંધારણીય અધિકારો છીનવવાના પ્રયાસો સામે આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો આ મુદ્દે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર એન.કે. રાવને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું આદિવાસી આગેવાનોના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક તરફ આદિવાસી સમાજની જમીનો કબજે કરવામાં આવી રહી તો બીજી તરફ વિકાસના નામે ગરીબ આદિવાસીઓને બેઘર કરવામાં આવી રહ્યા.

કાયમી ભરતી ન થતાં યુવાનો રોજગારથી વંચિત રહી રહ્યા આ ઉપરાંત, ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપીને સાચા હકદાર આદિવાસીઓના અનામત અને અધિકારો પર તરાપ મારવાનો સુનિયોજિત પ્રયાસ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા આદિવાસી સમાજે માંગ કરી કે ખોટા પ્રમાણપત્રોના કૌભાંડની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે ગેરકાયદેસર રીતે લાભ લેતા લોકો સામે કડક કાર્યવાહી થાય અને સ્થાનિક સાચા આદિવાસી સમાજના હકો અને અધિકારોનું રક્ષણ કરવામાં આવે સમાજના આગેવાનોએ ચેતવણી આપી.

કે જો આ મુદ્દે યોગ્ય પગલાં નહીં લેવાય તો રાજ્યભરમાં લોકશાહી માર્ગે આંદોલન અને જનઆંદોલન શરૂ કરવામાં આવશે આ તમામ મુદ્દાઓ સાથે ભિલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કાંતિલાલ ખરાડી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિજાતિ સેલના ચેરમેન રાજેન્દ્ર પારધી, તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ હંસાબેન હોથા, સતિષભાઈ તબિયાર, અનિલભાઈ હડુલા, રાહુલભાઈ ગામેતી, મહિલા મોરચાના હોદ્દેદારો સહિત કોંગ્રેસી કાર્યકરોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે આવી મામલતદાર એન.કે. રાવને આવેદનપત્ર આપી રજૂઆત કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0