મહેસાણા તાલુકાનું ભેસાણા ગામ સમરસ જાહેર, સરપંચ તરીકે દક્ષાબા ઝાલાની પસંદગી

June 6, 2025

મહેસાણા : મહેસાણા તાલુકાનું ભેંસાણા ગામ જિલ્લામાં સૌ પ્રથમ સમરસ ગ્રામ પંચાયત બન્યું ગામના તમામ સમાજના લોકોએ એકત્ર થઈને સર્વસંમતિથી દક્ષાબા બહાદુરસિંહ ઝાલાને સરપંચ તરીકે પસંદ કર્યા. ગામમાં આવેલા મહાદેવ મંદિર ખાતે યોજાયેલી ગ્રામસભામાં આ નિર્ણય લેવામાં આવ્યો.

Mehsana Bhesana Village Samras Gram Panchayat; Dakshaba Bahadursinh Zala  Sarpanch Unopposed, MEETING | મહેસાણાનું ભેંસાણા ગામ સમરસ બન્યું: દક્ષાબા  ઝાલા સર્વસંમતિથી સરપંચ તરીકે પસંદ ...

સભામાં ગામના તમામ સમાજના લોકોએ હાજરી આપી 9 જૂન સુધી ઉમેદવારી નોંધાવવાની મુદત હોવા છતાં, ગામલોકોની સમજદારીથી આખી પંચાયત બિનહરીફ બની. ભેંસાણા ગામની વસ્તી આશરે 3500ની અહીં રાજપૂત, પાટીદાર, દલિત, રબારી અને રાવળ સમાજના લોકો વસવાટ કરે છે.

ગામને સમરસ બનાવવામાં યુવા કાર્યકરોએ છેલ્લા ત્રણ દિવસથી સક્રિય પ્રયાસો કર્યા હતા. ગ્રામસભામાં લાંપણજના પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સમાજના લોકો વસવાટ કરતા હોવા છતાં સમરસતા સાધી ભેંસાણા ગામે અન્ય ગ્રામપંચાયતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0