ભાદરવી પૂનમે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યા : જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું અંબાજી મંદિર

September 10, 2022

ગરવી તાકાત અંબાજી : ગુજરાતના વિવિધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. ત્યારે આ વર્ષે અંબાજી, ખેડબ્રહ્મા અને શામળાજીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. આજના દિવસે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને અંબાજીમાં અંબાના દર્શન કરવા આવે છે. ખેડબ્રહ્મામાં પણ વહેલી સવારથી જ માતાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો શામળાજી મંદિર પણ ભક્તોમય બન્યું છે. અંબાજી મંદિરમાં ભાદરવી પૂમનનું ખાસ મહત્વ રહેલું છે. આજના દિવસે લાખો ભક્તો દૂર દૂરથી પગપાળા ચાલીને મા અંબાના દર્શનાર્થે આવે છે. ત્યારે અંબાજીમાં ભાદરવી પૂમનના દિવસે મંગળા આરતીનું ભક્તોમાં વિશેષ મહત્વ રહેલું છે. ભક્તો વહેલી સવારથી લાઈનો લગાવીને ઉભા રહે છે. ભક્તો શ્રદ્ધા ભાવ સાથે મંગળા આરતીમાં જોડાઈ મા અંબાના દર્શન કર્યા હતા. મા અંબાાના દર્શન કરીને ભક્તો ધન્ય થયા છે.

મા અંબાના ઘોષથી યાત્રાઘામ અંબાજી ગુંજી ઉઠ્યું. જેના લીધે અંબાજીમાં યાત્રાળુઓનો ધસારો વધી જતો હોય છે. અરવલ્લીના યાત્રાધામ શામળાજી ખાતે હજારો ભક્તો ઉમટ્યા પડ્યા છે. ભાદરવી પૂનમ નિમિત્તે હજારો ભક્તો માના દર્શનાર્થે પહોંચ્યા છે. મોડી રાતથી મંદિર પરિસર ભક્તોથી ઉભરાયું હતું. પૂનમ નિમિત્તે દિવસ દરમિયાન હજારોએ ભક્તો દર્શન કર્યા. ભક્તોનો ધસારો જોતાં મંદિર એક કલાક વહેલું ખોલાયું હતું. ભક્તો શામળિયાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લા પોલીસ વડાએ પણ સ્ટાફ સાથે પગપાળા આવી દર્શન કર્યા હતા. આવનારું વર્ષ જિલ્લા માટે શાંતિપૂર્ણ જાય તેવી પ્રાર્થના કરી હતી.

ખેડબ્રહ્મામાં નાના અંબાજીમાં વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળી રહી છે. પૂનમના દિવસે નાના અંબાજીમાં માતાજીની કમળ પર સવારી નીકળી હતી. ભાદરવી પૂનમના દર્શન માટે મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. વહેલી સવારથી ભક્તો મંદિરમાં ધજાઓ ચડાવી રહ્યા છે. 52 ગજની ધજા સહિત હજારો ધજા મંદિરના શિખરે ચડાવાઈ છે. 500 થી વધુ સંતો માતાજીના મંદિરે આવ્યા છે. ભાદરવી પૂનમ નિમિતે ખેડબ્રહ્મામાં 7 દિવસ માટે મેળાનું આયોજન કરાયું હતું. જેમાં 10 લાખથી વધુ લોકોએ માતાજીના દર્શન કર્યા છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0