એલસીબીની ટીમે નંદાસણના રાજપુરમાંથી 230ની રોકડ સાથે ક્રિકેટ સટ્ટો રમાડતા શખ્સને ઝડપી લીધો
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ક્રિકેટ સટ્ટો રમાડતાં શખ્સ પાસેથી 10230નો મુદ્દામાલ કબજે કર્યો
ગરવી તાકાત, મહેસાણા તા. 10 – હાલમાં ક્રિકેટની આઇપીએલ સિઝન ચાલી રહી છે જેમાં ક્રિકેટ સટ્ટનો લાખો કરોડો રૂપિયાનો ખેલ ખેંલાઇ રહ્યો છે. ક્રિકેટ સટ્ટાના રવાડે ચડી અનેક યુવાઓ બરબાદી ખપ્પરમાં હોમાતાં આઇપીએલના આ સટ્ટો મહેસાણા જિલ્લામાં પણ મોટા પ્રમાણમાં ખેલાઇ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં ચાલતાં ક્રિકેટના સટ્ટા પર એલસીબી, એસઓજીની ટીમ બાજનજર રાખી આઇપીએલના સટ્ટા પર ધોંસ વધારવામાં આવે તો કરોડોની કિંમતનો સટ્ટો રમતા રમાડતાં મોટા અઠંગ ખેલાડીઓ પોલીસની પકડમાં આવે તેમ છે. પરંતુ આઇપીએલની મેચ શરૂ થઇ ત્યારથી જ ક્રિકેટ મહેસાણા જિલ્લામાં કરોડોની કિંમતના સટ્ટા અઠંગ ખેલાડીઓ દ્વારા ચલાવાય છે તેમ છતાં મહેસાણા જિલ્લા પોલીસતંત્રની ટીમ આજ દીન સુધી કોઇ મોટુ ક્રિકેટનું સટ્ટાધામ ઝડપી પાડવામાં સદંતર નિષ્ફળ જાેવા મળી રહ્યું છે. 
ખાનગી જગ્યાઓ પર મોટા પ્રમાણમાં સટ્ટાનો ખેલ ખેલાઇ રહ્યો હોવાથી ક્રિકેટ સટ્ટો ખેલતાં ખેલાડીઓ સફળ થઇ રહ્યા છે. ત્યારે મહેસાણા એલસીબી સ્ટાફના પીએસઆઇ એચ.એલ.જાેષી તથા એએસઆઇ રાજેન્દ્રસિંહ, દિલિપસિંહ, આશાબેન, સાબીરખાન, સંજયભાઇ, ભાવિકકુમાર, પાર્થકુમાર સહિતનો સ્ટાફ નંદાસણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા આ દરમિયાન એએસઆઇ રાજેન્દ્રસિંહ તથા દિલિપસિંહને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે,
રાજપુર ગામમાં પટેલ નગરી પટેલ વાસમાં રહેતા પટેલ મહેશ જેઠાલાલ રહે. નવગરી પટેલવાસ, જડીબા હોલ પાછળ, ઉમિયા માતાના મંદિર સામે રાજપુરવાળો પોતાના મોબાઇલ ફોનમાં જીઓડી૭૭૭.ઇન નામનું સબ માસ્ટર આઇડી પટેલ વિપુલકુમાર સોમાભાઇ રહે.કામલી હાલ રહે. અનુપમ સૃષ્ટિ શાલીમાર કેનાલ રોડ પાસે અલથાણા સુરતવાળા પાસેથી ૪૨ ટકા કમિશન પેટે લઇ અન્ય ગ્રાહકોને લીંક મોકલાવી સદર આઇડી દ્વારા રમાઇ રહેલા આઇપીએલની સનરાઇઝર્સ હૈદરાબાદ તથા પંજાબ કિંગ્સ વચ્ચે હૈદ્રાબાદ ખાતે રમાઇ રહેલ ક્રિકેટ મેચનું જીવંત સ્કોરબોર્ડ મોબાઇલ પોનમાં એપ્લીકેશનમાં સ્કોરબોર્ડ જાેઇ પોતાના અંગત આર્થિક ફાયદા સારુ મોબાઇલ ફોન ઉપર ક્રિકેટના સટ્ટા બેટીંગનો હારજીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમીના આધારે રેઇડ કરતાં જેની પાસેથી મોબાઇલ ફોન તથા રોકડ ૨૩૦ મળી કુલ રૂા. ૧૦૨૩૦ના મુદ્દામાલ સાથે પટેલ મહેશ જેઠાલાલને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


