— દારૂના જથ્થા સાથે એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી :
હાલમાં વિધાનસભાની ચૂંટણીને લઇને દરેક ચેકપોસ્ટ પર ચેકીંગ ચાલી રહ્યું છે. ત્યારે અતિ સંવેદનશીલ ગણાતી અમીરગઢ પોલીસ બોર્ડર ચેક પોસ્ટ પર અમીરગઢ પી.એસ.આઈ. સ્ટાફ સાથે વાહન ચેકીંગમાં હતા તે વખતે રાજસ્થાન તરફ થી આવી રહેલ એક ટ્રકને શંકાના આધારે રોકાવતા અને તેની તપાસ કરતા તેમાં ખાખી કલરના બોક્સ હતા તેમાં તપાસ કરતા વિદેશી દારૂ ભરેલો હતો.
જે કુલ બોટલ ૯૨૦૪ જેની કુલ કિંમત ૧૭,૬૭,૨૧૬ મોબાઈલ નંગ-૧, એક હજાર , રોકડ ૧૦,૦૦૦, તથા ગાડી કિંમત ૧૦ લાખ એમ કુલ મુદ્દામાલ રૂપિયા ૨૭,૭૮,૨૧૬ નો કબ્જે કરી કાયદેસરનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.