ગરવી તાકાત અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટમાંથી હાર્દિક પટેલને મોટી રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં ગુજરાતમાં હાઇકોર્ટે હાર્દિક પટેલને આશિંક રાહત આપી છે. હાર્દિક પટેલ મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી જઈ શકશે. મહેસાણા પ્રવેશ કરવાના પ્રતિબંધ પર હાર્દિક પટેલને આંશિક રાહત મળી છે. વિસનગર તોડફોડના કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઇકોર્ટે રાહત આપી છે.
હાર્દિક પટેલને એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ પર છૂટ મળી છે. આ સુનાવણી દરમિયાન કોર્ટે હળવી ટકોર કરી હતી કે, હવે આ કેસમાં થયેલી સજા રદ થઇ જાય તો પણ સરકારને વાંધો નહી હોય! 23 જૂલાઇ 2015માં પાટીદાર અનામત સમિતિની દ્વારા રેલી યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ આતંક મચાવ્યો હતો.
અને ભાજપના ભારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ કરી હતી તથા સાથે લૂંટફાટ પણ કરવામાં આવી હતી. ઉપરાંત 2016માં વિસનગરમાં આઇટીઆઇ સર્કલ પાસે ધારાસભ્યની કાર પર પથ્થર ફેંકયો હતો. વિસનગર કોર્ટે હાર્દિક, લાલજી સહિતના લોકો સામે વોરંટ ઇશ્યૂ કર્યું હતું.