મહેસાણા LCB નો સપાટો – જીલ્લામાં એક સાથે 52 સ્થળોએ દરોડા પાડી દેશી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો !

November 25, 2021
પાર્થરાજસીંહ ગોહીલ, એસપી મહેસાણા

મહેસાણા એલસીબીની ટીમે પ્રોહીબીશન ગુનાને ડામવા ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી અનેક લીટર દેશી- વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એલસીબી એ આ કાર્યવાહી જીલ્લાના દરેક પોલીસ સ્ટેશનોના સહયોગથી કરી હતી. 

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂનુ ધુમ વેચાણ થઈ રહ્યુ છે. જેમાં બીજા રાજ્યોમાંથી આવતો વિદેશી દારૂ હોય કે રાજ્યમાં જ દેશી દારૂની હાટડીઓ, બન્ને પ્રકારના દારૂનુ વેચાણ રાજ્યના દરેક વિસ્તારમાં ચાલી રહ્યુ છે. જે નગ્ન હકીકત પોલીસ ડીપાર્ટમેન્ટ માટે મોટો પડકાર છે. જેથી મહેસાણા એલસીબીની ટીમે આજરોજ જીલ્લામાં ચાલતા પ્રોહીબીશન ગુનાને અટકાવવા ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશમાં પોલીસ ડીપાર્ટમેન્ટને મોટી સફળતા હાંશીલ થઈ છે. જીલ્લાના અલગ અલગ વિસ્તારમાં એલસીબીએ  52 કેસો દાખલ કરી 233 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો છે. જેમી કિંમત 4660 ની કિંમત આંકવામાં આવી છે. આ સીવાય દારૂ ગાળવાનો વોશ લીટર 1900 જેની કિંમત 3800, તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 240 કિંમત રૂપીયા 1,00,800 પણ કબ્જે કરવામાં આવ્યો છે.  પોલીસના આ છાપમાં 3 વાહનો પણ ઝપ્ત કરાયા છે જેની કિંમત 30500/-  હોવાનુ ખુલ્યુ છે. 

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0