એપ્રિલમાં ઘણા તહેવારોને કારણે બેંકો 15 દિવસ બંધ રહેશે

March 30, 2023

ફટાફટ પતાવી લેજો બેન્કના કામ, એપ્રિલમાં 15 દિવસ બંધ રહેશે બેંકો, જુઓ પૂરું લિસ્ટ

ગરવી તાકાત, તા.  30 – એપ્રિલ મહિનો શરૂ થવાનો છે. આ મહિનાની સાથે જ નવું નાણાકીય વર્ષ શરૂ થશે. નાણાકીય દૃષ્ટિકોણથી એપ્રિલ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને જો તમારે બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવું હોય, તો જાણો આ મહિનામાં બેંકો કેટલા દિવસ બંધ રહેશે. રિઝર્વ બેંક દ્વારા જારી કરવામાં આવેલી યાદી અનુસાર એપ્રિલ મહિનામાં બેંકો કુલ 15 દિવસ બંધ રહેશે. તેમાં શનિવાર અને રવિવારની રજાઓ પણ સામેલ છે. 

રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલી રજાઓની યાદી અનુસાર એપ્રિલ મહિનામાં અનેક તહેવારો અને જયંતી આવશે. જેના કારણે સરકારી, ખાનગી અને સહકારી બેંકો 15 દિવસ સુધી બંધ રહેશે. સાલાના ક્લોઝીંગને કારણે એપ્રિલની પહેલી તારીખે બેંકો ગ્રાહકો માટે બંધ રહેશે. આ ઉપરાંત મહાવીર જયંતિ, ગુડ ફ્રાઈડે, આંબેડકર જયંતી જેવા અનેક તહેવારોના કારણે બેંકમાં રજા રહેશે. જો તમારે પણ એપ્રિલ મહિનામાં કોઈ મહત્વપૂર્ણ કામ પાર પાડવાનું હોય તો બેંકની રજાઓનું લિસ્ટ ચોક્કસ તપાસો.

એપ્રિલ 2023માં કયા દિવસે બેંકો રહેશે બંધ 
1 એપ્રિલ, 2023- વાર્ષિક ક્લોઝીંગને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
2 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
4 એપ્રિલ, 2023- મહાવીર જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે.

5 એપ્રિલ, 2023- બાબુ જગજીવન રામની જન્મજયંતિના કારણે હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.
7 એપ્રિલ 2023- ગુડ ફ્રાઈડેના કારણે અગરતલા, અમદાવાદ, ગુવાહાટી, જયપુર, જમ્મુ, શિમલા અને શ્રીનગર સિવાય સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
8 એપ્રિલ, 2023 – બીજા શનિવારની રજા
9 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
14 એપ્રિલ, 2023- ડૉ. બાબાસાહેબ આંબેડકરના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
16 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
18 એપ્રિલ, 2023 – જમ્મુ અને શ્રીનગરમાં શબ-એ-કદરના કારણે બેંક રજા
21 એપ્રિલ, 2023- ઈદ-ઉલ-ફિત્રના કારણે બેંકોમાં રજા રહેશે.
22 એપ્રિલ, 2023- ઈદ અને ચોથા શનિવારને કારણે ઘણી જગ્યાએ બેંકો બંધ રહેશે.
23 એપ્રિલ, 2023 – રવિવારની રજા.
30 એપ્રિલ, 2023 – રવિવારની રજા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0