ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ નજીક વાસડાથી નળાસર માર્ગ પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી પોલીસે દિલ્હી નંબરની કિયા સોનેટ કાર (DL14CF2670)માંથી 863 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આ કાર્યવાહી કરી પોલીસને જોઈને કારમાં સવાર બંને આરોપીઓ ગાડી મૂકીને ફરાર થઈ ગયા.

પોલીસે કારમાંથી 2.79 લાખની કિંમતનો વિદેશી દારૂ, કાર અને એક ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી કુલ 7.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીઓ ગુજરાત રાજ્યમાં દારૂ ઘુસાડવાનું કાવતરું રચી આર્થિક લાભ મેળવવા માટે આ ગુનાહિત કૃત્ય કર્યું.
![]()
આ કેસમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કામગીરીમાં PI એ.વી.દેસાઇ, PSI એસ.જે.પરમાર HC દિલીપસિં, PC ધરમપાલસિંહ,PC કનકસિંહ, પોલીસ સ્ટાફના કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


