બનાસકાંઠા LCBએ દાંતીવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

November 25, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB એ દાંતીવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો દારૂ, વાહન અને મોબાઈલ ફોન સહિત કુલ ₹14,38,749 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી દાંતીવાડાના વાઘરોળ ગામની સીમમાં ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 1334 બોટલ મળી આવી જેની કિંમત ₹4,28,749 આ ઉપરાંત, ₹10,00,000 ની કિંમતની ગાડી અને ₹10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો.

દાંતીવાડામાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મ, દૂધ ભરાવી ઘરે જતી વખતે બન્યો બનાવ

આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવાની સૂચનાના અનુસંધાનમાં કરવામાં આવી પાલનપુર LCBના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાઘરોળ ગામની સીમમાં વોચ ગોઠવી આ વાહનને રોકવામાં આવ્યું ગાડીમાંથી પકડાયેલા આરોપીની ઓળખ.

Banaskantha LCB busts liquor smuggling from Dantiwada | બનાસકાંઠા LCB એ  દાંતીવાડામાંથી દારૂની હેરાફેરી ઝડપી: ₹14.38 લાખનો મુદ્દામાલ જપ્ત, એક આરોપી  પકડાયો, એક ફરાર ...

ખેમારામ આંબારામ સોનારામ જાટ (રહે. મોખાબ, થાના-શિવ, તા. શિવ, જિ. બાડમેર, રાજસ્થાન) તરીકે થઈ જોકે, ગાડીનો ચાલક ભોમારામ પ્રજાપતિ (રહે. ગામ-વેરી રામજી કા ગોળ, રાજસ્થાન) ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું કે હ્યુન્ડાઈ ક્રેટા ગાડી નંબર GJ12FF1407 પર GJ18ED7586 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવી તેનો ઉપયોગ કરવામાં આવ્યો આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0