ગરવી તાકાત મહેસાણા : વિસનગરના જમાઇપરા વિસ્તારમાં યુવક જગદીશજી ઠાકોર પર તલવાર અને ધોકા વડે હુમલો થયો તેમના ભાઈ સાહિલ વિશે પૂછવા આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યો ગંભીર રીતે ઘાયલ જગદીશજીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સોમવારે સાંજે જગદીશજી વિનુજી ઠાકોર પોતાના ઘરે હાજર તે સમયે ઠાકોર ગુલી બાબુજી, તેમના મહેસાણાના જમાઈ ઠાકોર આશિષ અને અન્ય બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા.

તેમણે જગદીશજીના ભાઈ સાહિલ ક્યાં તેમ પૂછીને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું જગદીશજીએ અપશબ્દો બોલવાની ના પાડતા ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા તેમણે તલવાર, છરી અને ધોકા વડે જગદીશજી પર હુમલો કર્યો જગદીશજીને બચાવવા આવેલી તેમની બહેનો કોમલબેન અને રોશનીને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો.

હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને સ્થળ પરથી ફરાર થઈ ગયા ગંભીર રીતે ઘાયલ જગદીશજીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાંથી તેમને વધુ સારવાર માટે મહેસાણા રિફર કરાયા આ બનાવ અંગે જગદીશજીએ વિસનગર શહેર પોલીસ મથકે ગુલીબેન બાબુજી ઠાકોર, ઠાકોર આશિષ તેમજ બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી.


