ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB પોલીસે પાલનપુરના કાણોદર હુસેન ટેકરી પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને એક ટેન્કર સહિત કુલ ₹53,88,796/- નો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહીમાં એક ઈસમની ધરપકડ કરવામાં આવી. બનાસકાંઠાના પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે દ્વારા જિલ્લામાંથી દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓને નાબૂદ કરવા તથા તેમાં સંડોવાયેલા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી.

સૂચનાના આધારે, LCB, પાલનપુરના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમો ફિલ્ડમાં કાર્યરત તે દરમિયાન, LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈ અને પો.કોન્સ ધરમપાલસિંહને મળેલી સંયુક્ત બાતમીના આધારે પાલનપુર-છાપી હાઈવે પર કાણોદર હુસેન ટેકરી નજીક નાકાબંધી કરવામાં આવી.
![]()
નાકાબંધી દરમિયાન ટેન્કરને રોકી તપાસ કરતા તેમાંથી 11,904 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે ટેન્કર ચાલક કનુ અમરતભાઈ માજીરાણાની ધરપકડ કરી આ દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય ઈસમો સોમસિંહ તેજસિંહ, વિરેન્દ્રસિંહ નાનુસિંહ, દેવા ધનાભાઈ અને જીતેન્દ્રસિંહ ઉર્ફ જીતુભા વેલસિંહ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.


