બનાસકાંઠા LCBએ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો..

December 9, 2025

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા LCB એ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો ઓઢવા ગામ પાસેથી એક સ્વીફ્ટ કારમાંથી કુલ ₹5,75,302 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજબ, બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક કાર્યવાહી ચાલી રહી આ અંતર્ગત, LCB પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના નેતૃત્વ હેઠળ.

દાંતીવાડામાં કિશોરીના અપહરણ બાદ દુષ્કર્મ, દૂધ ભરાવી ઘરે જતી વખતે બન્યો બનાવ

અલગ અલગ ટીમો બનાવીને ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી પેટ્રોલિંગ દરમિયાન, LCB સ્ટાફને બાતમી મળી બાતમીના આધારે ઓઢવા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી પોલીસને જોઈને સ્વીફ્ટ કાર નંબર GJ-31-N-2418 ના ચાલકે ગાડી ભગાવવાનો પ્રયાસ કર્યો પોલીસે પીછો કરીને ઓઢવા ગામ પાસે કારને રોકી અને ચાલક જેસલસિંહ વાહતસિંહ વાઘેલાને પકડી પાડ્યો.

banaskantha lcb cracks down on liquor smuggling, palanpur | બનાસકાંઠા LCB એ  દારૂની હેરાફેરી ઝડપી: દાંતીવાડા વિસ્તારમાંથી ₹5.75 લાખનો મુદ્દામાલ જપ્ત, એક  ઝડપાયો - banaskantha ...

કારની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 812 બોટલો મળી આવી જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹2,68,302 અને સ્વીફ્ટ કારની કિંમત ₹3,07,000 મળીને કુલ ₹5,75,302 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો આ મામલે દાંતીવાડા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક અને દારૂ ભરાવનાર તેમજ મંગાવનાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0