ગરવી તાકાત પાલનપુર : પાલનપુર તાલુકાના આંત્રોલી ગામેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે કાર્યવાહી કરી કુલ ₹84,500નો મુદ્દામાલ જપ્ત કર્યો અને એક આરોપીની ધરપકડ કરી બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિઓ ડામવા કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી આ સૂચનાઓના આધારે, એલ.સી.બી. પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈએ દારૂ અને જુગારની પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખવા.

અને કાયદેસરની કાર્યવાહી કરવા આદેશ આપ્યો એલ.સી.બી. પોલીસ સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો તે દરમિયાન તેમને બાતમી મળી બાતમીના આધારે, પોલીસે આંત્રોલી ગામ, શિવમાળા સોસાયટી સામે રહેતા અશ્વિનસિંહ સિધ્ધરાજસિંહ ચૌહાણના ખેતરમાં આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો દરોડા દરમિયાન, 45 લિટર દેશી દારૂ (કિંમત ₹9,000), 20 લિટર ગરમ વાંસ (કિંમત ₹500), અને 3000 લિટર વોશ (કિંમત ₹75,000) મળી આવ્યો.
![]()
આ ઉપરાંત, ચાલુ ભઠ્ઠીના સાધનો જેવા કે પાટીનું કપડું (2 નંગ), માટીના ચાડા (2 નંગ), તેમાં ફીટ કરેલી પ્લાસ્ટિકની પાઇપ (2 નંગ), એલ્યુમિનિયમના દેગડા (2 નંગ), પીપડા (2 નંગ), ભારત ગેસની બોટલ (1 નંગ) અને સગડા (2 નંગ) પણ જપ્ત કરવામાં આવ્યા પોલીસે કુલ ₹84,500નો મુદ્દામાલ જપ્ત કરી અશ્વિનસિંહ ચૌહાણ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.



