બનાસકાંઠા જિલ્લા રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાના નેજા હેઠળ ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન યોજાયું

શેર કરવા અહીં ક્લિક કરો.

— બોક્ષ. એક હજાર બાઈક ત્રણ સો ગાડી સાથે દસ હજાર  આસપાસ લોકોની જન મેદની સાથે ભવ્ય સંમેલન યોજાયું :

ગરવી તાકાત થરાદ : શ્રી રાષ્ટ્રીય  રાજપૂત કરણી બનાસકાંઠા જિલ્લાના સેના નેજા હેઠળ અજયસિંહ એસ  રાજપુત તેમજ તેમજ તમામ તાલુકાની સમગ્ર ટીમની મહેનતથી તારીખ ૨૫/૦૯/૨૦૨૨ ના રોજ સવારે ૧૧ વાગે, ધાનેરા અગ્રવાલ ત્રણ રસ્તા – લાલચોક – મહારાણા પ્રતાપ શોપિંગ – લાઈબ્રેરી – આશાપુરા મંદિર – નાગણેશ્વરી માતાજી મંદિર, શિયા સુધી મહારેલી અને બપોરે ૧ વાગે થી નાગણેશ્વરી માતાજી મંદિર, શિયા, ધાનેરા, બનાસકાંઠા મા ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું , આ ક્ષત્રિય સમાજ ની એકતા નું જિલ્લા સ્તર નું શક્તિ પ્રદર્શન કરવા મા આવી રહ્યું છે,

દરેક ક્ષેત્ર મા (રાજકીય, વ્યવસાયિક, શેક્ષણિક અને રોજગારીક) સમાજ ને પ્રતિનિધિત્વ અપાવવું એ અમારું દાયિત્વ છે, આવનારા દિવસો માં જ્યાં જ્યાં સમાજ નું પ્રભુત્વ છે ત્યાં ત્યાં સરપંચ થી લઇ ને સાંસદ સુધી  પ્રતિનિધિત્વ જાેઈશે.આવનારી વિધાનસભા ની ચૂંટણી મા જે પાર્ટી સમાજ ના પ્રભુત્વ વાળા વિધાનસભાઓ મા સમાજ ને ઉમ્મેદવારી આપશે એમની સાથે સમાજ જાેડાશે અને ઉમ્મેદવારો ને વિજયી  બનાવશે. ટિકિટો નહિ મડે તો પણ સમાજ ના ઉમ્મેદવાર ને અપક્ષ મા ઉમ્મેદવારી અપાવી વિજયી  બનાવીશું. બનાસકાંઠા ની સાથે સાથે આવનારા દિવસો મા ગુજરાત ના તમામ જિલ્લાઓ માં ક્ષત્રિય એકતા મહા રેલી અને  મહા સંમેલન નું  આયોજન કરી રહ્યા છે અને સમાજ ને ન્યાય અને અધિકાર અપાવીશું. ભારત દેશના નિર્માણ માટે અને અખંડ ભારત ની સ્થાપના માટે અમે ૫૬૭ રજવાડા સમર્પિત કર્યા અને આજે સમાજ ને હાંશિયા ઉપર ધકેલી દેવા મા આવ્યું છે,

હવે અમારી એકતાજ અમને રજવાડા /રિયાસતો (વિધાનસભાઓ) પાછા અપાવી શકે છે અને લોકતંત્ર અને લોકશાહી મા રજવાડા પાછા મેળવવા ચુનાવી પ્રક્રિયા થી સમાજ ને પ્રસાર થવું પડશે અને ૩૦ % (૫૫ સીટો) સુધી ની દાવેદારી તમામ ચુનાવો મા નોધાવીશું અને લઈશુ પણ. રાજનૈતિક પાર્ટિયોં હંમેશ જાતિગત સમીકરણો ના આધારે ચુનાઓ મા ટિકિટો ના વિતરણ કરતી આવી છે, હવે ક્ષત્રિય સમાજ નું જાતિગત સમીકરણ ગામડે ગામડે સ્થાપિત થયું છે, હવે તો અમે પ્રતિનિધિત્વ ના હકદાર છીએ, અમને ન્યાય અને અધિકાર મેળવીનેજ જંપીશું.

એટલે ક્ષત્રિય એકતા યાત્રા અને ક્ષત્રિય એકતા સ્વાભિમાન મહારેલી અને મહાસંમેલન નું આયોજન કરી, માથાઓ ગણાવી, રોટી વ્યવહાર કરાવી, સમાજ મા પડેલા ફાંટાઓ દૂર કરી, ભાઈયો  ની ટાંગ  ખેંચવાનું બંધ કરી સમાજ ને શક્તિશાળી બનાવવાનું કાર્ય પ્રગતિ ઉપર અને યુદ્ધ સ્તરે કરી રહ્યા છીએ. દરેક ક્ષેત્ર મા સમાજ નું સર્વાંગી વિકાસ એજ ધ્યેય અને એજ વિકલ્પ સાથે રેલી યોજી હતી.

તસવિર અને અહેવાલ : નયન ચૌધરી – થરાદ

શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.