રાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા બનાસકાંઠા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સારી રીતે જળવાઇ રહે તેમજ અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે બનાસકાંઠા જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર આનંદ પટેલે મહત્વનો નિર્ણય લઇ આવા તત્વો સામે સપાટો બોલાવ્યો છે. અસામાજિક પ્રવૃત્તિઓ કરતા વધુ 10 જેટલાં અસામાજિક તત્વોને પાસા હેઠળ રાજ્યની વિવિધ જેલમાં મોકલવાના કડક આદેશ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો – પોલેન્ડ ઈમિગ્રેશન ડીપાર્ટમેન્ટની શરત ચુકથી કડીના 2 વિધાર્થીઓ વિદેશમાં ફસાયા, સાંસદ શારદાબેન વ્હારે આવતા મામલો સુલજાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલે ચોરી, લૂંટ, ઘરફોડ ચોરી, બુટલેગર, ધાડ, અપહરણ જેવી વિવિધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં આજદિન સુધી પકડાયેલા કુલ-58 જેટલાં અસામાજિક તત્વોને (પાસા) હેઠળ વિવિધ જેલોમાં મોકલવાના આદેશ કર્યા છે. આ આદેશ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવાના અધિનિયમ-1985 ના કાયદાની કલમ-૩ (1) હેઠળ કરવામાં આવ્યો છે. જેનાથી બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરતાં તત્વોમાં ભય અને ફફડાટ વ્યાપો છે.