ગરવી તાકાત, મહેસાણા : વિસનગર સ્થિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ સંલગ્ન શ્રી સી જે પટેલ કોલેજ ઓફ કમ્પ્યુટર સ્ટડીસ–BCA દ્વારા NSS
પ્રવૃતિ માટે વિધ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થાય તે માટેની તાલીમ અને અવિરત પ્રયાસો થઈ રહ્યા છે. NSS દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ યોજાતી NIC (National Integration Camp)–2022 હરિયાણાની કુરુક્ષેત્ર યુનિવર્સિટિની દેખરેખમાં 12/11/2022 થી 18/11/2022 તારીખ દરમ્યાન યોજાયો હતો.
આ રાષ્ટ્રીય કક્ષાના કૈંપમાં BCA ના કુલ 6 – સેનમાં મિતેશ, ઠાકોર વિશાલ, સેનમાં જૈમિન, ઠાકોર ઉર્મિલા, પટેલ મીનાક્ષી અને પ્રજાપતિ હિમાની વિધ્યાર્થીઓ સાંકળચંદ પટેલ યુનિવર્સિટિ અને
ગુજરાત રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ. સમગ્ર યુનિવર્સિટિ દ્વારા કુલ ૮ વિધ્યાર્થીઓએ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિને રજૂ કરી હતી. આ વિધ્યાર્થીઓએ હરિયાણામાં દેશભરમાં થી NSS દ્વારા આવેલ કુલ ૨૦૦ volunteers દ્વારા પરેડ તથા વિવિધ રાજ્યોની સંસ્કૃતિનું પ્રદશન તથા
આદાનપ્રદાન કર્યું.
વિધ્યાર્થીઓને આવા રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થાય એ માટે સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના NSS અને sports ડાઇરેક્ટર ડો. રાકેશ પટેલ અને BCA કોલેજના NSS coordinator પ્રો. યોગેશ પટેલ દ્વારા વિધ્યાર્થીઓને સઘન તાલીમ અપાઈ હતી. વિધ્યાર્થીઓની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થતાં BCA કોલેજ ના in-charge પ્રિન્સિપાલ ડો. અભિજીતસિંહ જાડેજા, યુનિવર્સિટિના પ્રોવોસ્ટ ડો. ડી જે શાહ અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટિના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


